Western Times News

Gujarati News

પાકિસ્તાનની તમામ હરકત ઉપર નજર : જવાબની નીતિ

નવી દિલ્હી: પાકિસ્તાનના બાલાકોટમાં ત્રાસપવાદીઓના અડ્ડા પર આજથી એક વર્ષ પહેલા આજના દિવસે જ ભારતીય હવાઇ દળે જારદાર કાર્યવાહી કરીને પાકિસ્તાનમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ એરસ્ટ્રાઇકમાં જેશના ત્રાસવાદી અડ્ડાઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા. જેમાં કેટલાક ત્રાસવાદીઓના મોત થયા હતા. ભારતીય હવાઇ દળના વડા આરકેએસ ભદોરિયાએ કહ્યુ હતુ કે આ હુંમલા મારફતે પાકિસ્તાનને કઠોર સંદેશ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ભારતીય સેના પાકિસ્તાનની હરકત પર નજર રાખી રહી છે. પાકિસ્તાનને જવાબ આપવા માટેની રણનિતી પર તૈયાર છે.

બાલાકોટ હવાઇ હુમલા બાદ ભારતે શુ ઉદ્ધેશ્ય હાંસલ કર્યા છે. કારણ કે ત્રાસવાદી સંગઠન જેશના ત્રાસવાદી કેમ્પો ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાને સરહદ પાર ત્રાસવાદી ગતિવિધીને ટેકો પણ જારી રાખ્યો છે. ભદોરિયાએ કહ્યુ હતુ કે બાલાકોટ એરસ્ટ્રાઇક પાકિસ્તાનને એવો સાફ સંદેશો હતો કે તેની જમીન પરથી ચાલતી ત્રાસવાદી ગતિવિધીઓને ભારત હવે ચલાવી લેશે નહીં. ભારતીય હવાઇ દળે ૪૦ વર્ષમાં પોતાના સૌથી મોટા અભિયાનને અંજામ આપ્યો હતો. પાકિસ્તાન એર ડિફેન્સ સક્રિય અને એલર્ટ હોવા છતાં અમારા યુદ્ધ વિમાનો પાકિસ્તાનમાં ઘુસીને ત્રાસવાદીઓના અડ્ડાઓને ફુંકી મારવામાં સફળ રહ્યા હતા.

સાથે સાથે સુરક્ષિત પરત પણ ફર્યા હતા. આ એર સ્ટ્રાઇક મારફતે ચેતવણી પણ આપવામાં આવી હતી કે જા પડોશી દેશ ફરી કોઇ હરકત કરશે તો તેને બોધપાઠ ભણાવવામાં આવનાર છે. જ્યાં સુધી બાલાકોટમાં ફરી ત્રાસવાદી અડ્ડાઓ સક્રિય રાખવાની વાત છે તો અમે કહેવા માંગીએ છીએ કે પાકિસ્તાનની દરેક હરકત પર અમારી નજર છે. પાકિસ્તાનને જવાબ આપવા માટે ભારતીય સેના તૈયાર પણ છે. સ્પાઇસ-૨૦૦૦ બોંબ યોગ્ય ટાર્ગેટમાં પડ્યા ન હતા તેવા વિરોધાભાસી હેવાલ આવ્યા છે. સાથે સાથે મોતના આંકડાને લઇને પણ આંકડા આવતા રહ્યા છે.

આના જવાબમાં ભદોરિયાએ કહ્યુ હતુ કે બાલાકોટ એરસ્ટ્રાઇકને પ્રોફેશનલ રીતે અંજામ આપવામાં આવી હતી. જેમ જ અમને ટાર્ગેટ આપવામાં આવ્યા તેવી જ રીતે તેને ટાર્ગેટ બનાવવા માટે હથિયારોની પસંદગી કરવામાં આવી હતી. નુકસાન ઓછામાં ઓછુ થાય તેવી ગણતરી પણ કરવામાં આવી હતી. સ્પાઇસ૨૦૦૦ દ્વારા ત્રાસવાદીઓની ઇમારતોને ફુંકી મારવામાં આવી હતી. લક્ષ્યને હાંસલ કરવામાં અમે સફળ રહ્યા હતા.

વિરોધીઓને નુકસાન અંગે સારી રીતે માહિતી છે. પાકિસ્તાનના કાઉન્ટર એર સ્ટ્રાઇકથી ચોંકી ગયા હતા કે કેમ તે અંગે પુછવામાં આવતા ભદોરિયાએ કહ્યુ હતુ કે અમે બિલકુલ ચોંકી ઉઠ્યા ન હતા. કારણ કે અમે તૈયાર હતા. પાકિસ્તાને ૩૦ યુદ્ધ વિમાનો મારફતે હુમલા કરવાના પ્રયાસ કર્યા હતા. જેને નિષ્ફળ કરી દેવામાં આવ્યો હતો. કારણ કે ઉત્તરીય સેક્ટરના તમામ એરબેઝ એÂક્ટવ હતા. અમારા યુદ્ધ વિમાનો દુશ્મનના વિમાનોની નોંધ લેવા તૈયાર હતા. પાકિસ્તાનને એક પણ ટાર્ગેટને નિશાન બનાવવામાં સફળતા મળી ન હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.