Western Times News

Gujarati News

શિવાંગી જાેશી પર રુપાલી ગાંગુલીએ પ્રેમ વરસાવ્યો

મુંબઈ: શિવાંગી જાેશી અને રુપાલી ગાંગુલી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની મોસ્ટ પોપ્યુલર સેલિબ્રિટીમાંથી એક છે. બંનેની ફેન ફોલોઈંગ ખૂબ જ વધારે છે. એક તરફ, શિવાંગી જાેશી લાંબા સમયથી ચાલી રહેલા શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં લીડ એક્ટ્રેસનો રોલ કરી રહી છે છે. બીજી તરફ ‘અનુપમા’ના રોલમાં રુપાલી ગાંગુલી ફેન્સના દિલ જીતી રહી છે. શિવાંગી જાેશી અને રુપાલી ગાંગુલીની રસપ્રદ વાત એ છે કે, રિયલ લાઈફમાં પણ બંને ખૂબ સારા મિત્રો છે. રુપાલીએ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીર આ વાતનો પૂરતો પુરાવો છે.

રુપાલીએ હાલમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક તસવીર શેર કરી હતી. જેમાં તે શિવાંગીને ભેટતી અને તેના પર વ્હાલ વરસાવતી જાેવા મળી હતી. આ સાથે લખ્યું હતું કે, ‘મને ખરેખર ટેલેન્ટના આ ખજાનાને મળવું ગમે છે’. આ સાથે તેણે હાર્ટ ઈમોજી મૂક્યું હતું. તો શિવાંગીએ પણ તેને રિ-પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘આઈ લવ યુ સો મચ. તસવીરમાં રુપાલી ગાંગુલી ઓન સ્ક્રીન ‘અનુપમા’ના અવતારમાં જાેવા મળી હતી. જ્યારે શિવાંગી જાેશીએ ડેનિમ અને બ્લેક ટોપ પહેર્યું હતું. અનુપમા અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’

શોની વાત કરીએ તો બંને ટીઆરપી ચાર્ટમાં સારું કરી રહ્યા છે. અનુપમામાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. અનુપમાનું પાત્ર દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે. બીજી તરફ શિવાંગી જાેશીએ ‘યે રિશ્તામાં સાડા ચાર વર્ષ સુધી નાયરાનું પાત્ર ભજવ્યું હતું અને હવે તે સિરતના રોલમાં જાેવા મળી રહી છે.

અનુપમા’ના ટ્રેકની વાત કરીએ તો, વનરાજે શાહ પરિવારને છોડીને ન જવાનું નક્કી કરી લીધું છે. આ સાથે તેણે તેવી પણ જાહેરાત કરી છે કે, કાવ્યા પણ તેની સાથે રહેશે. બીજી તરફ અનુપમા બાપુજીને ઘર વનરાજના નામે કરી દેવાનું કહે છે. તો વનરાજ પણ આ માટે તૈયાર થાય છે. આ દરમિયાન અનુપમા ઘર છોડીને જવાનું નક્કી કરે છેે. પરિવારના દરેક સભ્યોની નારાજગી વચ્ચે તે ઘર છોડીને જાય છે. વનરાજ તેેને કહે છે કે, ‘જાે તે મને ખરાબ બતાવવાનું અને ઘર છોડીને જવાનું નક્કી કરી લીધું છે તો તું જતી રહે’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.