શ્રુતિ હસને શેર કર્યુ અંડરવોટર ફોટોશૂટ, ફેન્સનાં ઉડયાં હોશ
મુંબઈ: બોલિવૂડ અને સાઉથ સિનેમાની સફળ એક્ટ્રેસ શ્રૃતિ હસન હાલમાં સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે. લોકડાઉન વચ્ચે એક્ટ્રેસ તેનાં ફેન્સ સાથે સતત જાડાયેલી છે. આ વચ્ચે હાલમાં જ શ્રૃતિ હસને ખાસ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો તેણે તેનાં ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. જેમાં તે ઘણી જ સુંદર લાગે છે.
તેણે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પણ શેર કર્યાં છે. સોશિયલ મીડિયામાં આ તસવીરો હાલમાં ખુબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરો શેર કરતાં શ્રૃતિએ પોતાને ‘વોટર બેબી’ કહી છે. આ પહેલાં તેણે તેનાં આંખોમાં બર્થ માર્કની તસવીર પણ શેર કરી હતી અને લખ્યું હતું કે, આ મારી આંખોમાં જે છે તે બર્થ માર્ક છે. તે કોઈ બીમારી કે આંખની ખામી નથી. આપણે તે દરેક વાતને ઉજવવી જાઈએ, જેનાંથી આપણે બનીયે છીએ… અલગ ઉતરી આવીએ છીએ.