સંકેત ભોંસલેએ વીડિયો શેર કરી લગ્ન બાદના હાલ જણાવ્યા
મુંબઈ: સિંગર અને કોમેડિયન સુગંધા મિશ્રા અને કમેડિયન એક્ટર સંકેત ભોંસલે લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા છે. ૨૬ એપ્રિલનાં બંનેનાં લગ્ન હતાં. તેમનાં લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે. લગ્નનાં એક અઠવાડિયા બાદ જ નવી દુલહ્નનાં તેવર બતાવવાનાં શરૂ કરી દીધા છે. સુગંધાની આ અદાઓ જાેઇ સંકેત બઘવાઇ જાય છે.
સોશિયલ મીડિયા પર તેણે એક વીડિયો શેર કર્યો છે. જે હવે વાયરલ થઇ રહ્યો છે. કોમેડિયન અને એક્ટર સંકેત ભોંસલેએ હાલમાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જે જાેયા બાદ લોકોનું હસવું રોકાતું નથી. વીડિયોમાં સુગંધા મિશ્રા કેરિંગ વાઇફ’ તરીકે ટાઇટલ આપવામાં આવ્યું છે. વીડિયોમાં સંકેત બેડ પર સુતો હોય છે અને સુગંધા ગુડ મોર્નિંગ કહી તેને વિશ કરે છે. હાથમાં ચાનો કપ લઇ સુગંદા પુછે કે, ચા પીશ? કેવી લાઇટ કે સ્ટ્રોંગ? જેનાં જવાબમાં સંકેત કહે છે સ્ટ્રોંગ.
સુગંદા આ સાંભળીને કહે છે, તો ચા પત્તી બે ચમચી અને દૂધ એકદમ ઓચુ નાખજે. નવી નવી પત્નીનાં મોંઢે આ વાત સાંભળીને સંકેતની આંખો પહોળી થઇ જાય છે. વીડિયોની કેપ્શનમાં તેણે લખ્યું છે ‘લગ્ન બાદ’ સંકેતનો આ વીડિયો લોકો ખુબજ પસંદ કરી રહ્યાં છે. અને તેનાં મિત્રો આ વીડિયો પર હસવાની ઇમોજી શેર કરી રહ્યાં છે.
આ પહેલાં સંકેત ભોંસલેએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં સુગંધા મિશ્રા બ્લશ કરી રહી છે. તે સુંગધાને મિસિસ ભોંસલે ગણાવે છે. વીડિયોમાં બંને કારમાં બેઠેલાં નજર આવે છે. સંકેત કહે છે, ‘હેલો, મિસિસ ભોંસલે’ અને સુગંધાની તરફ કેમેરો કરે છે. આ સાથે જ સુગંધા કેમેરામાં જાેઇને બ્લશ કરવા લાગે છે અને હસે છે.