સરડોઈમાં રાષ્ટ્રીય કક્ષાની ગુજરાતી ફિલ્મનું નિર્માણ.. સરડોઈના રાષ્ટ્રીય કલાકારે ફિલ્મના કલાકારોનું સન્માન કર્યું
મોડાસા: મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં મુંબઈના ગુજરાતી ફિલ્મના નિર્માતા અને લેખક વિદાર જોષી નિર્મિત ભવાઈ શૈલી માં ગુજરાતી ફિલ્મ “શૂન્ય “નું નિર્માણ સહ નિર્માતા -અભિષેક કોટડીયા, સત્યજિત રાજા નીબંલકર, મૈત્રી કારિયા, યશ પટેલ, લહેર મિત્તલ, ભૂમિકા શાહ, કીર્તિ સોની, સહિતના અનેક સહયોગીઓના વડપણ હેઠળ થતાં તા. 6માર્ચના રોજ સરડોઈ પરબડી ચોકમાં યોજાયેલ સમાપન સમારોહમાં સરડોઈના જાણીતા નાટ્યવિદ રાષ્ટ્રપતિ એવોર્ડ અને વિશ્વ રંગભૂમિ દિવસ એવોર્ડ વિજેતા મોતીભાઈ ભગવાનભાઈ નાયકે આ ફિલ્મમાં કલાના ઓજસ પાથરનાર રાષ્ટ્રીય કલાકારો ચરિત્ર અભિનેત્રી લીલી પટેલ, શિષ્ટ કલાકાર મેહુલ બુચ, નાટ્યસમ્રાટ રાજુ બારોટ, બાળકલાકાર જીયા શાહ, ડૉ. નયના ત્રિવેદી, અનયા જોષી, ભવાઈ કલાકારો પ્રકાશ નાયક, રમેશ નાયક, લોકવાદ્ય કલાકારો હરેશ નાયક, ચીમન નાયક, વિનોદ નાયક, સુમતિ નાયક સહિતનાં વીસ કલાકારોનું શાલ અને રોકડ પુરસ્કાર અર્પણ કરી સન્માન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન દિગ્વિજય નાયક, મહેન્દ્ર નાયક, વિનયસિંહ રહેવર, શક્તિકુંવર પટેલ વગેરેએ કર્યું હતું.