Western Times News

Gujarati News

સરદારનગરમાંથી બે મહિલા બુટલેગરોની પાસા હેઠળ ધરપકડ

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવી રહયા છે. ખાસ કરીને સરદારનગર વિસ્તારમાં નિયમિત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહયું છે. આ દરમિયાનમાં સરદારનગર પોલીસે બે મહિલા બુટલેગરોની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.


આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ઉપર નિયમિત દરોડા પાડવામાં આવી રહયા છે. સેકટર-ર અધિક પોલીસ કમિશ્નરના આદેશથી આ વિસ્તારમાં સતત વોચ રાખવામાં આવી રહી છે અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ દરમિયાનમાં શહેરના કુબેરનગર વિસ્તારમાં સંતોષીનગરના છાપરામાં રહેતી જુબેદાબાનુ ઉર્ફે મુન્ની ફીરોજભાઈ શેખ વ્યાપક પ્રમાણમાં દારૂની હેરફેર કરતી હતી

તેવી માહિતી મળતા તેના વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવામાં આવી હતી. અમદાવાદના પોલીસ કમિશ્નરે હુકમ કરતા જ સરદારનગર પોલીસે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલી ઝુબેદાબાનુની રવિવારે પાસા હેઠળ અટકાયત કરીને તેને રાજકોટ ખાતે જેલમાં મોકલી આપવામાં આવી છે. સરદારનગર પોલીસ સ્ટેશનમાં ર૦૧૯ના વર્ષમાં ૯૩ પાસા હુકમની બજવણી કરવામાં આવી છે.

સેકટર-ર અધિક પોલીસ કમિશ્નરના આદેશથી સરદારનગરમાં સતત સર્ચ ઓપરેશન કરવામાં આવી રહયુ છે આ વિસ્તારમાં સશ† બંદોબસ્ત સાથે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે છે.

રવિવારના રોજ ઝુબેદાબાનુ ઉપરાંત સીતા શ્રીરામ કુશવા નામની ૪૦ વર્ષની મહિલા બુટલેગરની પણ ધરપકડ કરવામાં આવી હતી. કુબેરનગર સંતોષીનગરના છાપરામાં રહેતી સીતા નામની આ બુટલેગર વિદેશી તથા દેશી દારૂની હેરફેરમાં અનેક કેસોમાં સંડોવાયેલી છે જેના પગલે પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી હતી

જાકે તેના વિરૂધ્ધ પણ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જેના પગલે સરદારનગર પોલીસે સીતા ની પાસા હેઠળ અટકાયત કરી તેને ભુજ ખાતે જેલમાં મોકલી આપવામાં આવી છે. આમ એક જ વિસ્તારમાંથી બે મહિલા બુટલેગરોની પાસા હેઠળ અટકાયત કરવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

સરદારનગર વિસ્તારમાંથી ખાસ કરીને દારૂની બદીને ડામવા માટે પોલીસ અધિકારીઓ સક્રિય બનેલા છે. જાકે મહિલાઓને દારૂના ધંધામાંથી બહાર કાઢવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ મહિલા બુટલેગરો તેમનો ગેરકાયદેસર દારૂનો ધંધો ચાલુ રાખતા આખરે પાસાનું શ† ઉગામવામાં આવી રહયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.