Western Times News

Gujarati News

સરદારનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે યુવતિએ બળાત્કારની ફરિયાદ નોંધાવી

અમદાવાદ: શહેરમાં યુવતિઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે લગ્ન કરવાના વાયદા કરીને શારીરિક સંબંધો બાંધવાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે.

ત્યારે એક પોલીસ કોન્સ્ટેબલે એક યુવતિ સાથે લગ્ન કરવાનો વાયદો કરીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા બાદ લગ્ન કરવાની ના પાડતા યુવતિ પોલીસ સ્ટેશને પહોંચી હતી.

સરદારનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો મહેશ વાઘેલાને એક યુવતિ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો મહેશે આ યુવતિ સાથે પરણવાનો વાયદો કર્યો હતો અને એ રીતે તેને પોતાની જાળમાં ફસાવીને અવારનવાર તેને વિવિધ સ્થળોએ લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા

જાકે યુવતિએ લગ્નની વાત કરતા મહેશ આ વાતને ઉડાવી દેતો હતો દરમિયાનમાં યુવતિએ લગ્ન માટે દબાણ કરતા મહેશે પોતે તેની સાથે લગ્ન નહી કરે તેમ કહેતા યુવતિ ભાંગી પડી હતી અને બાદમાં તે હિંમત એકઠી કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશને પહોંચી હતી જયાં પોતાની આપવીતી જણાવી હતી અને સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.