સાયરા કેસઃ સીઆઈડી ક્રાઈમનો સનસનીખેજ ખુલાસો પિડીત યુવતીએ ગળેફાંસો ખાધો હતો

બે આરોપીઓને ક્લીનચીટ : કેસના મુખ્ય આરોપી બિમલ ભરવાડ સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરવા કોર્ટમાં અરજી
મોડાસાના: સાયરા (અમરાપુર) ૧૯ વર્ષીય યુવતીના અપહરણ, ગેંગ રેપ અને હત્યાના ચકચારી કેસની તપાસ ૧૯ જાન્યુઆરીથી સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની ટીમ કરી રહી છે. આ કેસનો મુખ્ય આરોપી બિમલ ભરતભાઈ ભરવાડ તપાસમાં સહકાર આપતો ન હોવાથી નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટે મુખ્ય આરોપી બિમલ ભરવાડના નાર્કોટેસ્ટની મંજૂરી આપ્યાના બીજા જ દિવસે સીઆઈડી ક્રાઈમે સનસનીખેજ ખુલાસો કરતાં પિડીત યુવતી સાથે સામુહિક દુષ્કર્મ, અપહરણ કે હત્યા અંગેના કોઈપણ પ્રકારના પુરાવા ન મળતાં દર્શન ભરવાડ અને જીગર પરમારને ક્લીનચીટ આપી હતી. મુખ્ય આરોપી બિમલ ભરવાડ સામે સીઆઈડી ક્રાઈમે મોડાસા નામદાર કોર્ટમાં દુષ્પ્રેરણ કરવા યુવતીને મજબૂર કરવા અંગે અરજી કરવામાં આવી હતી.
મોડાસાના સાયરા (અમરાપુર)ની ૧૯ વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ મામલે સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડ્યા હતા. અરવલ્લી જિલ્લા પોલીસતંત્રની ઢીલી નીતિનો આક્ષેપ થતા પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી. આ કેસને બે મહિના થવા છતાં હજુ યુવતીના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે. ત્યારે સાયરા દુષ્કર્મ કેસના બીમલ ભરવાડ અને દર્શન ભરવાડે મોડાસા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરતાં કોર્ટે જામીન અરજી માટે ૫ માર્ચે સુનાવણી હાથ ધર્યા પછી મુદત આપી હતી. રેગ્યુલર જામીન અંગે બુધવારે સુનવણી હાથ ધરવામાં આવતા પીડિત પરિવારના વકીલે એફિડેવિટ દાખલ કરી આરોપીઓના રેગ્યુલર જામીન મંજુર ન કરવા રજુઆત કરી હતી.
જ્યારે સીઆઈડીએ કોર્ટમાં બિમલ ભરવાડ તપાસમાં સહકાર ન આપતો હોવાનું કહીને નાર્કોટેસ્ટ માટે મંજૂરી માગી હતી. જેના પગલે કોર્ટે બિમલ ભરવાડની નાર્કોટેસ્ટ દ્વારા તપાસ કરવા મંજૂરી આપી હતી. જો કે કોર્ટે નાર્કોટેસ્ટની મંજૂરી આપ્યાના બીજા જ દિવસે સીઆઈડી ક્રાઈમના SITના વડા ગૌતમ પરમારે ગુરુવારે FSL અને પોસ્ટમોર્ટમના આધારે થયેલી તપાસ અંગે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો હતો કે, FSL, પીએમ રીપોર્ટ, પુરાવા અને સાક્ષીઓના નિવેદન લેવામા આવ્યા છે.
નિવેદનો, ફોન રેકોર્ડિંગ અને પુરાવા આધારે પીડિતા સાથે કોઈ દુષ્કર્મ થયું નથી તેમ જણાવ્યું હતું. પિડીતાના દુપટ્ટા પરથી કોઈ વીર્ય કે લાળ મળી ન હોવાનું પણ સીઆઈડી દ્વારા જણાવાયું હતું. તપાસમાં પીડિતાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. કેસમાં બિમલને બાદ કરતા અન્ય આરોપીનો કોઈ રોલ નથી. બિમલ ભરવાડે પિડીતાને આત્મહત્યા કરવા અંગે દુષ્પ્રેરણ કર્યું હોવાનો કેસ કરવા માટે સીઆઈડીએ કોર્ટમાં રજૂઆત કરી હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ હતી.
પ્રેમ સંબંધ બંધાયા બાદ બિમલ પીડિતાને ઘરે અને ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો મુખ્ય આરોપી બિમલ ભરવાડ પીડિતાને ઘરે અને ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો.14-15 ડિસેમ્બરના રોજ પીડિતા આરોપી દર્શન ભરવાડના સંપર્કમાં આવી હતી. ત્યાર પછી બિમલ ભરવાડ અને પીડિતાની બહેન વચ્ચે સંપર્ક થયો હતો. જ્યાં પીડિતા સાથે બિમલે મિત્રતા કરી અને પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બિમલ પીડિતાને ઘરે અને ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. આ દરમિયાન પીડિતાએ બિમલ સાથે રહેવા માટે દબાણ કર્યું હતું. બિમલ પરિણીત હતો. પરંતુ બિમલ તૈયાર ન થતાં પીડિતાએ બિમલને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું.પીડીતાએ આત્મહત્યા કરી હોવાનું CIDની તપાસમાં બહાર આવ્યું છે.
ઝાડ પર તપાસ કરતા આરામથી ગળાફાંસો થાય તેવી પરિસ્થિતિ છે SITની તપાસમાં ખુલાસો થયો છે કે, પીડિતાનું અપહરણ પણ કરવામાં આવ્યું નથી. ઝાડ પર તપાસ કરતા આરામથી ગળાફાંસો થાય તેવી પરિસ્થિતિ છે. ઝાડની વડવાઈ પર ઘસતા શરીર પર ઇજા થઈ હતી. સાયન્ટિફિક રીતે કોઈ અપહરણ કે દુષ્કર્મ થયું નથી. કલમ 306નો ઉમેરો કરવા કોર્ટમાં અરજી કરી છે. અન્ય આરોપીનો કોઈ રોલ નથી. નાસતો ફરતો આરોપી સતીશ ભરવાડ કોઈ નથી બિમલ જ છે.પીડિતા ગુમ થઈ તેની તમામ બાબતો હજી તપાસ કરવામાં આવશે.નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેની મંજૂરી મળી ગઈ છે.
પીડિતાએ બિમલ સાથે રહેવા માટે દબાણ કર્યું હતું SITની તપાસમાં થયેલા ખુલાસા મુજબ, 14-15 ડિસેમ્બરના રોજ પીડિતા આરોપી દર્શન ભરવાડના સંપર્કમાં આવી હતી. ત્યાર પછી બિમલ ભરવાડ અને પીડિતાની બહેન વચ્ચે સંપર્ક થયો હતો. જ્યાં પીડિતા સાથે બિમલે મિત્રતા કરી અને પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યાર બાદ બિમલ પીડિતાને ઘરે અને ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો. આ દરમિયાન પીડિતાએ બિમલ સાથે રહેવા માટે દબાણ કર્યું હતું. બિમલ પરિણીત હતો. પરંતુ બિમલ તૈયાર ન થતાં પીડિતાએ બિમલને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. આરોપી બિમલે દૂર થવાનો પ્રયાસ કરતા પીડિતાએલાગી આવતા આત્મહત્યા કરી હતી. આરોપી બિમલ ભરવાડે પીડિતાથી છુટકારો મેળવવા માટે તેના કૌટુંબિક યુવક સાથે સંબંધ રાખવા પ્લાન ઘડ્યો અને તેનાથી દૂર થવા પ્રયત્ન કરતા પીડિતાને લાગી આવતા આત્મહત્યા કરી હતી.
એક હોટલમાં રાત રોકાયા હતાં જ્યાં બિમલ સાથે ઝઘડો થયો આકાશ ભરવાડ સાથે મળી પીડિતાને અન્ય સાથે મૈત્રી કરાવવા પ્લાન ઘડવામાં આવ્યો. 30 ડિસેમ્બરે પીડિતા, આકાશ, તેની મિત્ર અને બિમલ ભરવાડે હોટલમાં ડિનર કર્યું અને અન્ય એક હોટલમાં રાત રોકાયા હતાં. આ દરમિયાન હોટલમાં ઝઘડો થયો હતો. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ પણ ઝઘડો કર્યો. જેમાં પીડિતાએ કહ્યું કે જો મને છોડી દઈશ તો તારા અને મારા ઘરે બધું કહી દઈશ. 1 જાન્યુઆરીએ ગાડીમાં બે કલાક ઝઘડો થયો જ્યારે 1 જાન્યુઆરીની સવારે બિમલ પીડિતાને લેવા માટે સાયરા ગામે ગયો હતો. બે કલાક ગાડીમાં બબાલ થઈ હતી. પીડિતા અને બિમલ વચ્ચે ગાડીમાં ઝઘડો થયો અને પીડિતાએ જીદ કરી કે જો મારી જોડે નહીં રહે તો હું ગાડીમાંથી ઉતરીશ નહીં. ત્યાર બાદ મોડાસાના બસ સ્ટેન્ડ પર ગાડીમાં બિમલ અને પીડિતા વચ્ચે ઝઘડો થતાં પીડિતાની બહેનને બોલાવી હતી. પીડિતા ફોન લેવા નીચે ઉતરી ત્યારે બિમલ ગાડી લઈ ફરાર થઈ ગયો. જ્યાંથી પીડિતા મોહનભાઈની રિક્ષામાં સાયરા ગામે ગઈ હતી. પીડિતાએ બહેનને કહ્યું કે બિમલે ઘણી સાથે આવું કર્યું છે. મારી સાથે કરશે તો છોડીશ નહીં.