Western Times News

Gujarati News

સેટેલાઈટમાં રૂપિયા સાડા નવ લાખની રોકડની ચોરી

Files Photo

અમદાવાદ: સેટેલાઈટમાં રહેતાં ડીઆરએનાં એડ કમિશનરનાં ઘરે તસ્કરો ત્રાટકીને રૂપિયા સાડ નવ લાખની ચોરી કરતાં ચકચાર મચી છે. આ અંગે તેમનાં ભાઈએ ચોરીની ફરીયાદ નોંધાવી છે.

પદવામતીબેન કની મહિલા ડીઆરએ એડીશ્નલ કમિશનર તરીકે ફરજ બજાવે છે અને પરીવાર સાથે વાસુ પુજ્ય રો હાઉસ, રામદેવનગર ખાતે રહે છે. તેમનાં રે ઉપરનાં માળે રૂમમાં તિજારીમાં સોના-ચાંદીના દાગીના સાથે રોકડા સાડા નવ લાખ રૂપિયા મુક્યાં હતાં. ગઈકાલે સવારે તેમનાં ઘરે એસી રીપેર કરનાર આવીને ગયા બાદ તેમના માતા સુમતીબેન કબાટમાં રાખેલાં રૂપિયા લેવા જતાં તે ત્યાં જણાયા નહતા. જા કે સોના-ચાંદીનાં દાગીનાનાં બોક્સ એ જ સ્થિતિમાં  પડ્યા હતા. સુમતીબેને બુમાબુમ કરતાં પરીવાર એકત્ર થયો હતો. બાદમાં આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પદમાવતીબેનનાં ભાઈ કે.રામકુમાર કનીએ ચોરીની ફરીયાદ નોંધાવી હતી. ઘરેણાં ન લઈ જતાં ફક્ત રોકડની ચોરી થતાં પોલીસે કોઈ જાણભેદુ સામે શંકા વ્યક્ત કરી છે.

આટલી મોટી રકમની ચોરી થતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે શહેર પોલીસ કમિશ્નરે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના આદેશો આપી દીધા છે આ કોઈ જાણભેદુ જ સંડોવાયેલો હોય તેવી ચર્ચા થઈ રહી છે. બીજીબાજુ સમગ્ર વિસ્તારમાં શંકાસ્પદ શખ્સો પર નજર રાખવામાં આવી રહી છે અને આરોપીને ઝડપી લેવા માટે પોલીસની જુદી જુદી ટીમો કાર્યરત બની ગઈ છે. શહેરમાં છેલ્લા ઘણા ચોરીની ગંભીર ઘટનાઓ વધવા લાગી છે પોલીસ નાઈટ પેટ્રોલીંગના દાવા કરી રહી છે ત્યારે આ ઘટના ખુબ જ ગંભીર મનાઈ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.