Western Times News

Gujarati News

સંજેલીબોર્ડની પરીક્ષા કેન્દ્રમાં શંકાસ્પદ કામગીરી જણાતાં ત્રણ શાળાનો સ્ટાફ બદલી દેવાયો

નોન ગ્રાન્ટેડ શિક્ષકો મૂકાયા હતા જેની જગ્યાએ પ્રાથમિક શાળાના શિક્ષકો મૂકાયા. સંજેલી સરપંચ ની કિરણ વિદ્યાલયમાં પરીક્ષા દરમિયાન બે રૂમમાં એક જ શિક્ષક ફરજ બજાવતા હોવાનું તંત્રને ધ્યાને આવ્યું .
પ્રતિનિધિ સંજેલી 12 3  ફારૂક પટેલ  દાહોદ જીલ્લાના સંજેલીના ત્રણ કેન્દ્રો ઉપર પરીક્ષામાં વિદ્યાર્થીઓ કાપલીમા  શિક્ષકોની ભૂમિકા શંકાસ્પદ કામગીરી જણાતા હોવાનું ધ્યાને આવતા પરીક્ષા ફરજમાંથી દૂર કરી કલેક્ટર સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા જે બાદ ત્રણ શાળાના સ્ટાફ બદલી દેવામાં આવ્યો હતો . અભિનંદન માધ્યમિક શાળા મા વર્ગખંડના અભાવે બહાર લોબીમાં બેસાડવામાં આવ્યા .

દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આવેલા ત્રણ પરીક્ષા કેન્દ્રોમાં તાલુકાની શાળાઓનું તેમજ નોન ગ્રાન્ટેડ શાળાનું   રિઝલ્ટ ના બગડે તેમાટે ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોના અંદરો અંદરનો ચોરીના ધુષણનો  વિખવાદ ચરમ સીમાએ પહોંચતાં પરીક્ષા કેન્દ્રમાં ચાલતા ગેરકાયદેસર કામગીરીની પોલો ખુલવા લાગી છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ ને નોન ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો દ્વારા સંજેલી ની કિરણ વિદ્યાલયમાં સહિત કેન્દ્રો પર ચોરી કરાવતા તેમજ શંકાસ્પદ કામગીરી થતી હોવાનું ધ્યાને આવતા બોર્ડ સ્કવોડના રિપોર્ટ અને જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની સૂચના થી જિલ્લા શિક્ષણ અધિકારીએ ત્રણ શાળામા સ્ટાફ બદલી પ્રાથમિક શિક્ષકોને હવાલે કરી દીધો છે

સંજેલી ખાતે આવેલી અભિનંદન માધ્યમિક શાળામાં વર્ગખંડ ઓછા પડતાં પરીક્ષાર્થીઓને બહાર લોબીમાં બેસી પરીક્ષા આપવાની નોબત આવી. સંજેલી ની કિરણ વિદ્યાલયમાં ગણિતના પેપરમાં 2 બ્લોકમાં એકજ સુપરવાઇઝરે ફરજ બજાવી હતી.તેમજ શાળાના કમ્પાઉન્ડમાં જ સરપંચનું રહેઠાણ હોવાની તેમજ આસપાસમાં રહેણાક વિસ્તાર પણ તંત્ર ને ધ્યાને આવ્યું છે તેમજ વર્ગખંડોમાં ચોરીમા નિષ્કાળજી બેદરકારી પણ સામે આવી છે જેથી સ્થળ સંચાલક સહિત શિક્ષકોની શંકાસ્પદ કામગીરી જણાતા કેન્દ્ર સંચાલક સહિત આખે આખો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે જ્યારે કન્યા વિદ્યાલયમાં  6 શિક્ષકો અભિનંદન માધ્યમિક શાળા યુનિટ એકમા 4 તેમજ યુનિટબેમાં  6 શિક્ષકો મળી કુલ 33 પ્રાથમિક શિક્ષકો પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે

 પરીક્ષા દરમિયાન જે કેન્દ્રમાં ફરજ પર હાજર ન થયા. તેમના બદલામાં બીજાએ ફરજ બજાવી છે તે તમામની માહિતી કેન્દ્ર સંચાલક પાસેથી જિલ્લા કલેકટર દ્વારા મંગાવવામાં આવી છે તેમજ અભિનંદન માધ્યમિક શાળામાં 3 જેટલા બ્લોક માં  સીસીટીવી કેમેરા પણ બદલવા માટેની જાણ કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે

જવાબ    ગેરહાજર રહેનાર શિક્ષકોની માહિતી મંગાવવામાં આવી છે  કિરણ વિદ્યાલયમાં ટોટલી સ્ટાફ બદલી નાખવામાં આવ્યો છે પરીક્ષા દરમિયાન શંકાસ્પદ કામગીરી તેમજ રહેણાક વિસ્તાર હોવાનું ધ્યાને આવ્યું છે.તેમજ ગણિતના પેપરમાં બે બ્લોકમાં એક જ સુપરવાઇઝર ફરજ બજાવી હોવાનું પણ  સ્ક્વોડના રિપોર્ટમાં ખુલાસો થયો છે .  જિલ્લા શિક્ષણ અધિકારી એ બી પ્રજાપતિ

બોક્સ    સંજેલી પરીક્ષા કેન્દ્ર પર છેલ્લા ત્રણ દિવસથી એસપી કલેકટર એસડીએમ જો તપાસમાં શિક્ષકોની શંકાસ્પદ કામગીરી જણાતાં પૂરતો પોલીસ બંદોબસ્ત તેમજ પોલીસનું વજ્રાવાહન પણ ગોઠવી દેવામાં આવ્યો છે
 સંજેલી ખાતે આવેલી અભિનંદન માધ્યમિક શાળામાં 3 વર્ગખંડના અભાવે પરીક્ષાર્થીઓને   બહાર લોબીમાં બેગા બેસી બેસી પરીક્ષા આપવાની નોબત આવી પડી હતી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.