Western Times News

Gujarati News

ઝાડેશ્વરના બે એટીએમ માંથી રૂપિયા ૧૬ લાખ ની ચોરીમાં પોલીસ ફરીયાદ

પાસવર્ડ થી એટીએમ ખોલી ચોરી કર્યા ની આશંકા : લોડ કરનાર બે કર્મચારીઓ વિરુદ્ધ ફરીયાદ.

ભરૂચ: ઝાડેશ્વર માં આઈડીએફસી ફર્સ્ટ બેંક ના બે એટીએમ ની ૧૬ લાખ રૂપિયા ની ચોરી ના બનાવમાં નાણાં લોડ કરનાર બે કર્મચારી સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથધરી છે.   ભરૂચ અને અંકલેશ્વર ના ૧૦ જેટલા રૂટ પર એટીએમ મશીનો માં રાઈટર સર્વિસ લિમિટેડ કંપની દ્વારા નાણાં લોડ કરવાની કામગીરી કરવામાં આવે છે,કંપની ના તેજસ રાણા અને હિતેશ પરમાર નાણાં લોડ કરવાની કામગીરી કરે છે.જેઓ ૪ થી માર્ચ ના રોજ ઝાડેશ્વર વિસ્તાર માં આવેલા મારૂતિ કોમ્પ્લેક્ષ માં બે એટીએમ મશીન માં પોતાની પાસે ના સિક્રેટ પાસવર્ડ થી મશીન ખોલી ને એક મશીન માં રૂપિયા ૧૦ લાખ અને બીજા મશીન માં ૯ લાખ રૂપિયા લોડ કર્યા હતા.જેની રસીદ પણ મેળવી હતી.

આ બાદ કંપની ને ૫ મી માર્ચે મશીન બંધ હોવાની જાણ થતા આ રૂટ ના બંને ઓપરેટર ને મશીન ચેક કરવા સૂચના આપી હતી.જેની તપાસ માં બંને મશીન માંથી ૫૦૦ રૂપિયા ના દર ની નોટ મુકવાની ક્રેટ ગમ થયા નું અને રૂપિયા ૧૫.૮૫ લાખ ની ચોરી થયા નું માલૂમ પડ્યું હતું।જેની પણ જાણ અધિકારીઓ ને કરવામાં આવતા તેઓ પણ સ્થળ પર દોડી મથામણ બાદ સી ડિવિઝન પોલીસ ને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી.જેમાં કંપની ના મેનેજરે એટીએમ ખોલવાનો પાસવર્ડ માત્ર ને માત્ર બે ઓપરેટરો જ જાણતા હોય અથવા તેમણે બીજા કોઈ ને આ પાસવર્ડ આપી ને ચોરી કરાવી હોવાની ફરીયાદ નોંધાવી છે. પોલીસે બે કર્મચારીઓ વિરુદ્ધ ની ફરીયાદ ના પગલે તપાસ નો ધમધમાટ ચાલુ કરી તેનો ભેદ ઉકેલવાની કવાયત હાથધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.