સુંદરલાલ ઉલ્ટા ચશ્મામાંથી ઘણા સમયથી ગાયબ છે
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ ઘણા વર્ષોથી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહી છે. આ શોએ આજ સુધીમાં ક્યારેય પણ દર્શકોને નિરાશ કર્યા નથી. જેઠાલાલથી લઈને અબ્દુલ સુધીના દરેક પાત્રો ઘર-ઘરમાં જાણીતા છે. તેમાંથી જ એક છે, સુંદરલાલ ઉર્ફે મયૂર વાકાણી, જે દયાબેનના ભાઈના રોલમાં જાેવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી અને મયૂર વાકાણી રિયલ લાઈફમાં પણ ભાઈ-બહેન છે આ જ કારણથી બંનેની કેમેસ્ટ્રી સ્ક્રીન પર પણ જાેવા મળતી હતી. જ્યારે પણ સુંદરલાલની એન્ટ્રી થાય ત્યારે જેઠાલલા પરેશાન થઈ જાય છે
આ વાત દર્શકોને પેટ પકડીને હસાવે છે. જાે કે, દિશા વાકાણી અને મયૂર વાકાણીની જાેડી છેલ્લા ત્રણ વર્ષથી સ્ક્રીન પર જાેવા મળી નથી. મેટરનિટી લીવ પર ગયા બાદ દિશા શોમાં પાછી ફરી નથી તો બીજી તરફ મયૂર વાકાણી ઘણીવાર જેઠાલાલ સાથે સ્ક્રીન પર ક્યારેક-ક્યારેક જાેવા મળ્યો છે. દયાની ભૂમિકા ભજવનાર દિશા વાકાણી જ્યારથી શોમાંથી ગાયબ છે ત્યારથી મયૂર વાકાણી પણ શોમાં ઓછો જાેવા મળે છે.
તેનું શોમાં ઓછું દેખાવા પાછળનું કારણ પણ તેની રીલ અને રિયલ લાઈફ બહેન સાથે જાેડાયેલું છે. મયૂર વાકાણીનું સુંદરલાલનું પાત્ર એ રીતનું છે કે જ્યારે શોમાં દયાબેન દેખાઈ ત્યારે જ સુંદરલાલ પણ દેખાયો. દિશા વાકાણી જ્યારે શો છોડી ચૂકી છે ત્યારે મયૂર વાકાણી પણ ઓછો જાેવા મળી રહ્યો છે. મયૂર વાકાણીની વાત કરીએ તો, આ વર્ષના માર્ચ મહિનામાં તેને તેમજ તેની પત્નીને કોરોના થયો હતો. એક્ટરને અમદાવાદની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે તેની પત્ની એસિમ્પ્ટોમેટિક હોવાથી હોમ આઈસોલેટ થઈ હતી.
મહારાષ્ટ્રમાં શૂટિંગ પર પ્રતિબંધ મૂકાયો ત્યારથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો સેટ દમણના એક રિસોર્ટમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આખી ટીમ પહોંચી હતી. જાે કે, હવે ફરીથી સીરિયલનું શૂટિંગ મુંબઈમાં ખસેડવામાં આવ્યું છે. શોમાં પોપટલાલનું મિશન કાલા કૌઆ સફળ થયું છે. જેમાં તેણે કોરોનાની દવાની કાળાબજારી કરતાં શખ્સને ઝડપી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. પોપટલાલને આટલી મોટી ઉપલબ્ધિ મળતાં આખી ગોકુલધામ સોસાયટી દમણના રિસોર્ટમાં તેને અભિનંદન પાઠવવા માટે જઈ રહી છે.