સેનામાં સૌથી વધુ જવાનો યુપી-બિહારના જાેડાય છે
સેનામાં યુપીના સૌથી વધુ ૨.૧૪ લાખ, રાજસ્થાનના ૧.૦૫ લાખ અને બિહારના ૧.૦૨ લાખ સેનામાં છે
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે પણ કદાચ વિચાર્યુ નહીં હોય કે સેનામાં ભરતી માટેની અગ્નિપથ સ્કીમનો આ હદે વિરોધ થશે. ખાસ કરીને યુપી અને બિહારમાં આ સ્કીમ સામે યુવાઓ રસ્તા પર ઉતર્યા છે અને હિંસા આચરી રહ્યા છે.
આ બે રાજ્યોમાં સૌથી વધારે અસર હોવાનુ એક કારણ એ પણ છે કે, સેનામાં સૌથી વધારે જવાનો પણ આ બે રાજ્યોના છે.
સંરક્ષણ મંત્રાલયના આંકડા પ્રમાણે સેનામાં યુપીના સૌથી વધુ ૨.૧૪ લાખ જવાનો અલગ અલગ પોસ્ટ પર ફરજ બજાવી રહ્યા છે. આ પૈકી ૧૮૪૦૭ તો જેસીઓ છે. આ મામલામાં બીજા ક્રમે રાજસ્થાન છે. જ્યાંના ૧.૦૫ લાખ યુવાઓ સેનામાં અલગ અલગ હોદ્દા પર છે. ત્રીજા ક્રમે બિહાર છે. જ્યાંના ૧.૦૨ લાખ નાગરિકો હાલમાં સેનામાં છે. પંજાબ ચોથા ક્રમે છે.
પંજાબના ૯૪૦૦૦ યુવાઓ સેનાની ત્રણે પાંખમાં સેવા આપી રહ્યા છે.લોકસભામાં સંરક્ષણ મંત્રાલયે એક એપ્રિલે જે જાણકારી આપી હતી તે પ્રમાણે ૨૦૫ થી ૨૦૧૯ સુધી દેશમાં થયેલી સેનાની ભરતીના આંકડા હતા. ૨૦૧૫ થી ૨૦૧૯ સુધી થયેલી ભરતીમાં સૌથી વધારે ૩૭૪૫૯ જવાનો યુપીમાંથી ભરતી થયા હતા. એ પછી પંજાબના ૨૮૯૦૬, રાજસ્થાનના ૨૫૩૦૦, મહારાષ્ટ્રના ૨૪૧૦૩ અને બિહારના ૧૬૨૮૧ જવાનો સેનામાં ભરતી થયા છે.SS2KP