સ્ટ્રીટ ઝાયકા આર્ટસિટીક ફૂડ દ્વારા સ્ટ્રીટ ફૂડ ફેસ્ટિવલ અને વર્કશોપનું આયોજન
અમદાવાદ અમદાવાદમાં વૃદ્ધથી લઈને નાના બાળકો સુધી સૌ ખાવાપીવામાં ખુબજ શોખીન જોવા મળે છે. દરરોજ નવી નવી વાનગીઓ સાથે હેલ્ધી અને હાઈજેનીક ફૂડ પણ જોવા મળે છે. પોતાના સતત રિસર્ચ અને લોકોના સ્વાદને ધ્યાનમાં રાખીને વિપુલ મેહતા ,આરતી મેહતા અને સુજલ મોદી દ્વારા અમદાવાદીઓ માટે સ્ટ્રીટ ઝાયકા આર્ટસિટીક ફૂડ આયોજન કરવામાં આવ્યું હતું. જે સંપૂર્ણ રીતે સ્ટ્રીટ ફૂડ ના કોન્સેપટ પર બનાવામાં આવ્યું છે. જેમાં મોકટેલ, સ્ટાર્ટર, મૈન કોર્સ અને બેવરેજીસ મળી રહેશે.
પોતાના સતત રિસર્ચ અને અનુભવ ને લોકો સમક્ષ લાવા માટે આજે આ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ અને મેનુ વિશે વાત કરતા આરતી મેહતા દ્વારા જાણવામાં આવ્યું હતું કે આજકાલ દરેક લોકો સ્ટ્રીટ ફૂડ તરફ વળી રહ્યા છે અને એનો ટેસ્ટ પણ લોકો માં વધારે પસંદગીનો બની રહે છે.
આને ધ્યાનમાં રાખીને આ ટેસ્ટ વધુ સ્વાદિષ્ટ બને અને હાઈજેનીક પણ હોય એ સાથે હમે અહીંયા રેગ્યુલર પાણીપુરી, ઝાયકેદાર પાણીપુરી, બમ્બૈયા વડાપાવ, કાલા પાવભાજી, કોલ્હાપુરી મિસળ, સેઝવાન ભેળ , પાઈનેપલ ભેળ જેવી વાનગીઓ રજુ કરી છે. જેનો ટેસ્ટ અમદાવાદીઓ સૌ પ્રથમ વાર હમારા ત્યાંથીજ જ લઈ શકશે અને આજે આ વર્કશોપ માં સામીલ લોકો પોતાની જાતે ટ્રાય પણ કરી શકશે. પાણીપુરીના સાત પાણી માં પણ એ પાણી રૂટિન કરતા કૈંક નવા અને એ પણ હેલ્થી કોન્સેપટ માં અહીંયા રજુ કરવામાં આવ્યા છે. જેમાં પાઈનેપલ, ઓરેન્જ, લેમન અને સ્વીટ ટેસ્ટ રહેલા છે. આ જ રીતની વેરાઈટી ભાજીપાવ અને ભેળમાં પણ છે.
આ સાથે આ નવો કોન્સેપટ અને અવનવી વાનગીઓ ને લોકો સુધી પોહ્ચાડવા માટે સુજલ મોદી પણ જોડાયા હતા જેઓને રેસ્ટોરન્ટ ઇન્ડસટ્રીનો ઘણો બહોળો અનુભવ રહ્યો છે . સુજલ મોદી દ્વારા પણ દરેક ડીશ ને વધારે ટેસ્ટી અને પ્રેઝન્ટેબલ બનાવામાં આવી હતી.