હર્ષ ગોએન્કાએ એકનાથ શિંદે પર કરેલું ટ્વીટ વાયરલ થયું
આરપીજી સમૂહના ગોએન્કા તેમની રમૂજને લીધે પ્રખ્યાત છે
મુંબઈ, આરપીજી સમૂહના ગોએન્કા તેમના રમૂજી અને કઈંક નવું જ બહાર લાવવાની તેમની આવડતને કારણે પ્રખ્યાત છે. હવે તેમણે મહારાષ્ટ્રના રાજકરણ પર ચુટકી લીધી છે. તેમણે એક ટિ્વટ કરીને કહ્યું છે કે જાે મને મળવા આવતા હોવ અને કોઈ તકલીફ પડે તો હું દિલગીર છું. મને ખ્યાલ છે કે મારી ઝેડ સિક્યોરિટી અડચણરૂપ બની શકે છે. તમારા તરફથી સહકારની અપેક્ષા. જય મહારાષ્ટ્ર.
હવે આ ટિ્વટ પાછળનું તાત્પર્ય ત્યારે સમજાશે જ્યારે આપણે ગોએન્કાએ પોસ્ટ કરેલ ફોટો પણ જાેઈશું. ગોએન્કાના ટિ્વટમાં એક સાથે બે ચહેરા નજરે ચડે છે. પહેલી નજરે બંને ચહેરા એક જ જેવા દેખાય છે પરંતુ હકીકતમાં આ બંને વ્યક્તિઓ અલગ છે-એક છે હર્ષ ગોએન્કા અને બીજા છે મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલના નવા કિંગમેકર એકનાથ શિંદે.
ગોએન્કા અને શિંદેના ચહેરા મળતા આવે છે એટલે આરપીજીના માલિકે ટ્વીટ કરી પોતાના મિત્રોને જણાવ્યું કે મને મળવા આવો ત્યારે તકલીફ પડે તો પ્લીઝ માફ કરજાે. હર્ષવર્ધન ગોએન્કા ભારતના દિગ્ગજ બિઝનેસ સમૂહ RPG ગ્રુપના વડા છે. આ ગ્રુપનું વેલ્યુએશન હાલ ૩.૮૦ અબજ ડોલરની આસપાસ છે. તેઓ આર.પી. ગોએન્કાના સૌથી મોટા પુત્ર છે અને ૧૯૮૮થી આરપીજી ગ્રુપના ચેરમેન છે. ફોર્બ્સ દ્વારા અબજાેપતિઓમાં તેઓ ૭૭મા સૌથી ધનિક ભારતીય અને વિશ્વમાં ૧૨૮૧મા ક્રમે છે.SS2KP