હાર્ડ ડિસ્ક-પોર્ન વીડિયો સહિતની આપત્તિજનક વસ્તુઓ મળી આવી
મુંબઇ: સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસે બુધવાર, ૨૧ જુલાઈની સાંજે રાજ કુંદ્રાની મુંબઈ સ્થિત વિઆન ઇન્ડસ્ટ્રી લિમિટેડની ઓફિસ તથા અન્ય જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની ઓફિસમાંથી કેટલીક કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક જપ્ત કરી છે. આ ઉપરાંત સર્વર સીઝ કરી દીધું છે. પોલીસને દરોડા દરમિયાન પોર્ન વીડિયો પણ મળ્યા છે. સર્વર તથા હાર્ડ ડિસ્ક હ્લજીન્ને મોકલવામાં આવી છે.
રાજ કુંદ્રાની કંપની વિઆન ઇન્ડસ્ટ્રીનું રજિસ્ટ્રેશન રીટેલ ટ્રેડ, એક્સેપ્ટ ઓફ મોટર વ્હીકલ્સ એન્ડ મોટરસાયકલ્સ, રિપેર ઓફ પર્સનલ એન્ડ હાઉસહોલ્ડ ગુડ્સ તરીકે કરવામાં આવ્યું હતું. વિઆન ઇન્ડસ્ટ્રી લિમિટેડમાં કુલ ૧૦ એક્ટિવ ડિરેક્ટર છે, જેમાં રાજ કુંદ્રાની પત્ની તથા બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનું પણ નામ છે.
સૌથી નવાઈની વાત એ છે કે ઉમેશ કામત પણ વિઆન ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ડિરેક્ટર હતો. કંપનીની ડિટેલ પ્રમાણે, જ્યારે ઉમેશ કામત પર ફેબ્રુઆરીમાં કેસ થયો ત્યારે તેને કંપનીના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપીને અલગ કરી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉમેશ કામત બ્રિટનની કેનરીન પ્રોડક્શન હાઉસનો ભારતનો રિપ્રેઝેન્ટેટિવ હતો અને તેના માધ્યમથી અલગ અલગ ડિજિટલ પ્લેટફોર્મ પર પોર્ન વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા.
ક્રાઇમ બ્રાંચે ઉમેશ કામતે શૂટ કરેલા ૭૦ વીડિયો રિકવર કર્યા છે. ઉમેશ કામતે વિવિધ પ્રોડક્શન હાઉસની મદદથી આ વીડિયો બનાવ્યા હતા.કેનરીન કંપનીના ઝ્રઈર્ં પ્રદીપ બક્ષીને વોન્ટેડ આરોપી બતાવીને લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. તેના પર આક્ષેપ છે કે તે લંડનમાં રહીને પોર્નોગ્રાફિક કન્ટેન્ટ અપલોડ કરતો હતો.૧૯ જુલાઈના રોજ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. રાતના ૯ વાગે રાજ ભાયખલ્લા ઓફિસ ગયો હતો અને બે કલાકની પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
૨૦ જુલાઈના રોજ રાજને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને ૨૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. રાજ કુંદ્રાએ કોર્ટમાં એવું કહ્યું હતું કે તેણે કેનરીન કંપની ૨૫ હજાર ડોલરમાં વેચી દીધી હતી અને તેમાં તેની કોઈ પાર્ટનરશિપ નથી. જાેકે, પોલીસે કહ્યું હતું કે કંપની વેચ્યા બાદ વ્હોટ્સએપ ગ્રુપમાં રાજ કેમ એક્ટિવ હતો અને તે કંપનીની તમામ બાબતોમાં કેમ ભાગ લેતો હતો.