હીરા ખરીદવાની તકઃ ભાવમાં ૧૫ ટકા સુધીનો થયેલો ઘટાડો
નવી દિલ્હી, ૦.૩૦ કેરેટથી ઓછા હીરાને ખરીદી લેવાની સુવર્ણ તક છે. કારણ કે આ પ્રકારના હીરાની કિંમતમાં ૧૫ ટકા સુધીનો ઘટાડો થયો છે. પહેલી જુન ૨૦૧૮થી હજુ સુધી આશરે ૧૫ ટકા સુધીનો ઘટાડો થયો છે. ઇન્ડ્સ્ટ્ીના સુત્રોના કહેવા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં પોલિશ્ડ ડાયમંડની કિંમતમાં હજુ સુધીનો સૌથી મોટો ઘટાડો થયો છે.
૫ વર્ષના ગાળામાં પોલિશ્ડ ડાયમંડના ભાવમાં હજુ સુધી સૌથી મોટો ઘટાડોઃ લેબમાં તૈયાર ડાયમંડની માંગ વધી
દુનિયાની સૌથી મોટી ઓનલાઇન બિઝનેસ ટ્રેડિંગ પ્લેટફોર્મ, રેપનેટ ડાયમંડ ઇન્ડેક્સે ૦.૩૦ કેરેટ ડાયમંડની કિંમતમાં ૧૫ ટકાનો ઘટાડો દર્શાવ્યો છે. ખાસ નોંધ કરવા માટેની બાબત એ છે કે ૦.૩૦ કેરેટના સૌથી વધારે હીરા સુરતમાં નાના અને મધ્યમ યુનિટ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જુન ૨૦૧૯ બાદ પÂબ્લશ થયેલા ઇન્ડેક્સ મુજબ એક કેરેટથી ૬ણ કેરેટ વચ્ચે કદના ડાયમંડજેમને મુખ્ય રીતે રોકાણ તરીકે જાવામાં આવે છે. જેમાં અંગુઠી અને અન્ય ચીજા સામેલ છે.
તેમની કિંમતમાં પણ છ અને ૧૪ ટકા વચ્ચે ઘટાડો થયો છે. રફ ડાયમંડની કિંમતમાં તેજી રહી છે. ડાયમંડ સેક્ટર માટે બેંક ફાયનાન્સ કમ રહેવા તેમજ લેબમાં તૈયાર ડાયમંડ જ્વેલરીની માંગ વધી જવાના કારણે સુરત અને મુંબઇના ડાયમંડ બજારમાં મંદીની Âસ્થતી રહેલી છે. કારણ કે પ્રોફિટ માર્જિન નહીંવત સમાન છે. લેબમાં બનેલા ડાયમંડની માંગ વધી રહી છે. હાલમાં લુજ ડાયમંડ અને જ્વેલરીની માંગમાં ઘટાડો થયો છે. લેબમાં બનેલા ડાયમંડ જ્વેલરીના સ્ટોલ જાઇને લોકો ચોંકી રહ્યા છે.
ભારતમાં રૂપિયાની સામે ડોલરમાં તેજી જાવા મળે છે. મર્યાદિત ક્રેડિટના કારણે કારોબારીઓ હાલમાં સાવધાન થઇ ગયા છે. એક વર્ષમાં સુરત અને મુંબઇમાં નાના ડાયમંડ કેટેગરીમાં કિંમતો ૨૦-૨૫ ટકા સુધી ઘટી છે. સુરત ડાયમંડ એસોસિએશનના અધ્યક્ષ બાબુ ગુજરાતીએ કહ્યુ છે કે સુરતમાં ડાયમંડ યુનિટ્સ પોતાની ક્ષમતા કરતા અડધી ક્ષમતા પર હાલમાં કામ કરી રહ્યા છે. નિર્માતા ઉંચી કિંમતના રફ ડાયમંડની ખરીદી કરી રહ્યા નથી. કારણ કે પોલિશ્ડ જેમ્સના ઉત્પાદનથી કોઇ ફાયદો થઇ રહ્યો નથી.