Western Times News

Gujarati News

૧૦૮ના સ્ટાફે કેનાલમાં કૂદેલી યુવતીની જિંદગી બચાવી

પ્રતિકાત્મક

બનાસકાંઠા: ઇમર્જન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનું કામ જ લોકોના જીવ બચાવવાનું છે પરંતુ એમ્બુયલન્સ રેસ્ક્યૂ ઑપરેશન કરે તેવું પહેલી વાર જોવા મળ્યું છે. આજે બનાસકાંઠાના દિયોદરમા આવેલા સલીમગઢ પાસે ૧૦૮ના સ્ટાફે આપઘાતની લાઇવ ઘટના જોઈ હતી. જોકે, ૧૦૮ના સ્ટાફે આ ઘટના બાદ તુરંત જ આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીને બચાવી હતી. બનાવની વિગત એવી છે કે આજે ૧૦૮ની એમ્બ્યુલન્સ ડિલિવરીનો કેસ લઈને જઈ રહી હતી ત્યારે સલીમગઢ નજીક સુજલામ સુફલામ કેનાલમાં એક યુવતીએ કેનાલમાં પડતું મૂક્યુ હતું. પાયલટે આ ઘટના લાઇવ જોતા એમ્બ્યુલન્સના પૈડા થંભાવી દીધા હતા.

તેણે સ્ટાફની સાથે મળીને કેનાલમાં તુરંત જ દોરડાં નાખ્યા હતા અને યુવતીને દોરડા પકડવા કહ્યુ હતું. જોકે, યુવતીએ આ સ્ટાફની એક ન સાંભળી હતી અને તે પાણીમાં ધીરે ધીરે ગરકાવ થવા લાગી હતી. દરમિયાન સ્ટાફના સભ્યે પાયલટ દિનેશ ભાઈ અને ઇએનટી રમેશ સુથારે કેનાલની પાળી પર ચઢીને યુવતીને અંતિમ રજૂઆત કરતા તેની એકદમ નજીક દોરડું ફેંક્યુ હતું. આખરે આ યુવતીને જીવવાની ઇચ્છા થઈ હશે કે તેના નસીબમાં જિંદગી હશે તેણે મૃત્યુના મુખમાંથી જિંદગીની દોર પકડી લીધી હતી.

યુવતીએ જેવું દોરડું પકડ્યું કે તુંરંત જ તેને ખેચી લેવામાં આવી હતી. યુવતના પેટમાં પાણી જતું રહી ગયું હોવાથી તેને એમ્બ્યુલ્સમાં હાજર મહિલાઓની મદદથી ઉલ્ટી કરી અને પાણી કાઢવામાં આવ્યું હતું. યુવતીને બહાર કરી અને સ્ટાફે તેની પ્રાથમિક સારવાર કરતા તે સ્ટેબલ જણાઈ હતી જેથી સ્ટાફે સહેજ પણ સમય બગાડ્યા વગર પોતાની સાથેના દર્દીને ડિલિવરી માટે હૉસ્પિટલ લઈ જવાની કામગીરી કરી હતી. આમ યુવતીની જિંદગી બચાવી ૧૦૮એ માનવતાનું કામ કર્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.