૧૭ કલાકથી બોરવેલમાં ૪ વર્ષનો ભાઈ ફસાયો, બહેને આખી રાત જાગીને અવાજ લગાવી રહી હતી
સિકર, રાજસ્થાનના સિકર જિલ્લાના ખાટુશ્યામજીના નજીક એક બોરવેલમાં પડેલા ૪ વર્ષીય માસુમ બાળક રવિન્દ્રને બચાવવા માટે ૧૭ કલાકથી અભિયાન શરૂ છે. ગ્રામીણ લોકો માસુમ બાળકને બહાર કાઢવા માટે સતત પ્રયત્ન કરી રહી છે.
ટીમનું અભિયાન ગુરુવારે રાતથી અવિરત શરૂ જ છે, જેમાં ૧૨ વર્ષની બહેન સોનુની મહત્ત્વની ભૂમિકા રહી છે, જે રાતભર જાગીને બોરવેલમાં ફસાયેલા ભાઈને બુમો પાડીને તેણે વાતોમાં વ્યસ્ત રાખ્યો હતો. ભાઈને સંકટમાં જાેઇને સોનુ જમ્યા વગર તેને બચાવવાના પ્રયાસોમાં લાગી રહી, પણ બચાવ દળને અત્યાર સુધી સફળતા નથી મળી. આશા છે કે, ટૂંક સમયમાં જ બાળકને બોરવેલથી બહાર કાઢવામાં આવશે. સારી વાત એ છે કે, બોરવેલમાં રવીન્દ્રની હાલચાલ હજુ પણ શરૂ છે.
રવિન્દ્રને બોરવેલમાંથી બહાર કાઢવા માટે બચાવ દળે એકસાથે અનેક પ્રયત્નો કર્યા હતા. પ્રથમ યોજના થોડાક અંતરેથી માટીને ખોદીને બોરવેલ સુધી એક રસ્તો બનાવીને માસૂમ બાળક સુધી પહોંચવાની રહી હતી. બીજી યોજના બોરવેલના નજીક તેના ઊંડાણ સુધી કૂવો ખોદીને સુરંગ બનાવીને રવિન્દ્રને બહાર કાઢવાની છે. જેમાં ગ્રામીણોની મદદથી કૂવો અંદાજે ૪૫ ફૂટ સુધી ખોદાઈ ગયો છે. તેમજ, આ દરમિયાન દ્ગડ્ઢઇહ્લએ દોરડાની મદદથી પણ રવિન્દ્રને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં નિષ્ફળતા મળી છે.
બચાવ અભિયાન દરમિયાન સિકરના એડીએમ ધારા સિંહ મીણા અને જીડ્ઢસ્ રાજેશ મીણા પણ આખી રાત ઘટનાસ્થળે જ જાગતા રહ્યા હતા. તેઓ ઉપરાંત અનેક ગ્રામીણો પણ રાતભર અભિયાનમાં મદદ માટે જાગતા રહ્યા હતા.ગુરુવારે સાંજે અંદાજે ચાર વાગ્યે ચાર વર્ષીય બાળક રવિન્દ્ર બોરવેલમાં પડ્યો હતો.
ત્યાં લક્ષ્મણરામ જાટના ખેતરમાં બોરવેલ બનાવવામાં આવ્યો હતો. ગુરુવારે તેમાંથી પાઈપ કાઢવાનું કામ શરૂ હતું. અંદાજે ૪૦૦ ફૂટના બોરવેલને ૩૫૦ ફૂટથી વધી ભરી દેવામાં આવ્યું હતું. માત્ર ૫૦ ફૂટ જ કામ બાકી હતું કે આ દરમિયાન જ પરિજન જમવા માટે ગયા હતા.
પાછળથી ચાર વાગ્યે રવિન્દ્ર રમતા-રમતા ત્યાં પહોંચી ગયો હતો, જે બોરવેલના ખાડામાં પડી ગયો હતો. ઘટનાની માહિતી પર પોલીસ અને પ્રશાસનની ટીમની સાથે સિવિલ ડિફેન્સની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાર બાદ જીડ્ઢઇહ્લ અને દ્ગડ્ઢઇહ્લને બોલાવવામાં આવી હતી, જે રવિન્દ્રને બચાવવાના અભિયાનમાં કાર્યરત છે.HS