Western Times News

Gujarati News

અમેરિકા યુક્રેનને ૬૦ કરોડ ડોલરના ઘાતક હથિયારો આપશે

કીવ, આજે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચેનો ત્રીજાે દિવસ છે. યુદ્ધના પહેલા દિવસથી જ યુક્રેન રાષ્ટ્રપતિએ વિવિધ દેશો પાસે મદદ માંગી છે. જાેકે યુદ્ધના પહેલાં દિવસે તો અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને કહી દીધું હતું કે, યુક્રેન તેની લડાઈ જાતે લડે પરંતુ ત્રીજા દિવસે અમેરિકાએ યુક્રેનને મદદ કરવાની જાહેરાત કરી છે.

અમેરિકન ગૃહના અધ્યશ્ર નેન્સી પેલોસીએ કહ્યું છે કે, કેપિટલ હિલના સાંસદ યુક્રેનને ૬૦ કરોડ ડોલરના ઘાતક હથિયારો પૂરા પાડશે. જેથી તેઓ કિવને રશિયન સૈન્યના હુમલાથી પોતાને બચાવી શકે.

રિપોર્ટ પ્રમાણે યુદ્ધના બીજા દિવસે અમેરિકન રાષ્ટ્રપતિ જાે બાઈડને રશિયા સામે વધુ આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા છે અને યુરોપમાં અમેરિકાના વધુ સૈનિકો તહેનાત કરવાનો આદેશ આપ્યો છે. જાેકે બાઈડને ફરી એક વાર કહ્યું છે કે, કોઈ પણ અમેરિકન સેનાને યુક્રેનની જમીન પર મોકલવામાં નહીં આવે.

રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેન બોર્ડર પર અમેરિકન વિમાન ઉડતા દેખાયા છે. અમેરિકન વાયુસેનાના ત્રણ વિમાન રોમાનિયા હવાઈ વિસ્તારમાં ઉડતા દેખાયા છે.

આ વિમાન ત્રણ કલાક કરતા વધુ સમયથી અહીં ઉડતા હતા. તેમાંથી એક પોલેન્ડ હવાઈ વિસ્તારમાં ઈંધણ ભરતું વિમાન છે. નોંધનીય છે કે, યુક્રેન પર હુમલા પછી રશિયાની એક્ટિવિટી વિશે બ્રિટન સહિત અમેરિકાએ ઘણાં કડક પગલાં લીધા છે. આ જ હેતુથી અમેરિકાના વાયુસેનાના ત્રણ વિમાન યુક્રેન સીમા પર જાેવા મળ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.