Western Times News

Gujarati News

૫૦ વર્ષોમાં પહેલી વાર જસ્ટીન ટ્રૂડોએ કેનેડામાં ઈમરજન્સી એક્ટ લાગુ કર્યું

ઓટાવા, પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રૂડોએ આજથી કેનેડામાં ઈમરજન્સી એક્ટ લાગુ કરી દીધો છે. કેનાડામાં ૧૪ દિવસથી વધુથી ચાલી રહેલ ટ્રક ડ્રાઈવરોના વિરોધના કારણે ઓંટારિયો પ્રાંતમાં ઈમરજન્સી(સ્ટેટ ઑફ ઈમરજન્સી) લગાવવામાં આવી છે અને આવુ છેલ્લા ૫૦ વર્ષોમાં પહેલા વાર થયુ છે. તમને જણાવી દઈએ કે ટ્રક ડ્રાઈવરોના વિરોધ પ્રદર્શનના કારણે અમેરિકા પાસેની બૉર્ડર પરના રસ્તાઓ બંધ છે.

પીએમનુ કહેવુ છે કે તેમણે આ પગલુ કોરોના મહામારી પ્રતિબંધો વિરુદ્ધ ચાલી રહેલ ટ્રક ડ્રાઈવરોના વિરોધને સંભાળવા માટે લીધુ છે. વાસ્તવમાં કેનેડામાં કોરોના વેક્સીનનો વિરોધ થઈ રહ્યો છે. જ્યારથી કેનેડામાં કોરોના વેક્સીન અનિવાર્ય કરવામાં આવી છે અને લૉકડાઉન લગાવવામાં આવ્યુ છે ત્યારબાદથી જ સતત હજારોની સંખ્યામાં ટ્રક ડ્રાઈવર્સ રસ્તા પર ઉતરી ગયા છે.

લગભગ ૭૦ કિમી સુધી ટ્રકોનો કાફલો રસ્તા પર છે જેને પ્રદર્શનકારીઓ ફ્રીડમ કૉન્વૉયનુ નામ આપી રહ્યા છે. આનાથી અવરજવર અને વાહનવ્યવહાર પ્રભાવિત થઈ ગયો છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે આ પ્રદર્શનકારીઓની ધરપકડ અને પોલિસની કડકાઈથી પણ કોઈ ફરક ના પડ્યો.

પ્રદર્શનકારી પીએમના રાજીનામાની માંગ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યાં સુધી તેમની વાત માનવામાં નહિ આવે ત્યાં સુધી તે ત્યાંથી નહિ હટે. ઘણી જગ્યાએ કોરોના વેક્સીન વિરુદ્ધ પ્રદર્શન માત્ર કેનેડા જ નહિ પરંતુ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફ્રાંસમાં પણ લૉકડાઉન અને કોરોના વેક્સીનની અનિવાર્યતા વિરુદ્ધ પ્રદર્શન થયા છે પરંતુ બાકીની જગ્યાઓએ કેનેડા જેવી સ્થિતિ દેખાઈ નથી.

પીએમ જસ્ટીને પીએમ જસ્ટીને કહ્યુ છે કે ઇમરજન્સી એકટંનો ર્નિણય કેનેડાના નાગરિકોના હિતમાં લેવામાં આવેલુ પગલુ છે. આને લગાવવુ જરૂરી થઈ ગયુ હતુ, જલ્દી સ્થિતિ સારી થઈ જશે. Emergencies Actથી હવે જરુરી સેવાઓ જેવી કે એરપોર્ટ, બૉર્ડર પર ભીડને નિયંત્રિત કરવા આવે અને ટ્રકોને હટાવવા માટે રસ્સા સેવાઓ આપવામાં આવે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.