ભરૂચ જીલ્લામાં ૩૩માં માર્ગ સલામતી સપ્તાહનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લા પોલીસ તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીના સંયુક્ત ઉપક્રમે ૩૩માં માર્ગ સલામતી સપ્તાહનું આયોજન જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ.લીના પાટીલના અધ્યક્ષ સ્થાને કરવામાં કરવામાં આવ્યું હતું.માર્ગ પર થતા અકસ્માતો અને મૃત્યુના કિસ્સાઓ નિવારવા અને લોકોને એ બાબતે જાગૃત કરવા માટે એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો સાથે અભિયાન ચલાવવામાં આવશે.
માર્ગ સલામતી સપ્તાહ એટલે લોકોને વાહન ચલાવતી વખતે રાખવાની સુરક્ષા બાબતે જાગૃતિ ફેલાવવા માટેનો સપ્તાહ ૧૧ જાન્યુઆરીથી શહેરમાં માર્ગ સલામતીને લગતાં જુદા – જુદાં કાર્યક્રમો યોજવામાં આવશે. ૧૧ થી ૧૭ જાન્યુઆરી દરમ્યાન આ સપ્તાહ અંતર્ગત લોકોમાં રોડ પર રાખવાની સાવચેતી અને નિયમો અંગે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવાનો સૌથી મહત્વનો હેતુ માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુનો આંકડો ઘટાડવાનો છે.
ટ્રાફિક નિયમોનુ પાલન કરી અને કરાવીને જીવન સુરક્ષીત બનાવવાની શપથ લેવાઈ હતી.જ્યારે આરએસપીએલ કંપની વતી ૩૦૦ જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.તે સાથે બાઈક રેલી યોજવામાં આવી હતી. જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમણે જણાવ્યું કે.રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં દર વર્ષે અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થાય છે અને કેટલાક લોકો જીવ ગુમાવે છે.જેનાથી તેમના પરિવારજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જેના પરિણામે આર્થિક અને સામાજિક નૂકસાન પણ થતું હોય છે.