Western Times News

Gujarati News

ગોધરા નગરપાલિકાનું ૮.૩૩ કરોડનું બિલ બાકી નિકળતા MGVCLએ નોટીસ ફટકારી

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા નગરપાલિકા વિસ્તારના એમજીવીએલ લાઈટબીલના કુલ ૧૫૧કનેક્શન માં ૮.૩૩ કરોડ વીજ બીલ બાકીને લઈને એમજીવીસીએલ વિભાગ દ્વારા બાકી વીજ બિલ ભરપાઈ માટે ગોધરા નગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી હતી અને જાે સમયસર બીલ ભરપાઈ નહીં કરવામાં આવે તો કનેક્શન કટ કરવામાં આવશે તેવું એમજીવીસીએલ દ્વારા જણાવવામાં આવ્યું છે તેને લઈને હવે ગોધરા શહેરમાં અંધારપટ થાય તેવું લાગી રહ્યું છે..

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વોટર વર્કસ શાખા અને સ્ટ્રીટલાઈટના અત્યાર સુધીમાં ૮ કરોડ અને ૩૩ લાખ જેટલા વીજ બિલ બાકી છે આ મામલે એમજીવીસીએલ દ્વારા ગોધરા નગરપાલિકાને લેખિત નોટિસ ફટકારી છે જેમાં બાકી વીજ બિલ ભરવામાં નહીં આવ્યો તો નગરપાલિકાના કનેક્શન કાપી નાખવામાં આવશે ગોધરા નગરપાલિકા વિસ્તારમાં ૧૧ વોર્ડનો સમાવેશ થાય છે જેમાં ૧.૪૦ લાખ કરતાં વધુ લોકો વસવાટ કરે છે જેમાં ૧૦૬ જેટલા સ્ટ્રીટ લાઈટ અને ૪૫ જેટલા વોટર વર્કસ શાખામાં એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે ત્યારે દરેક શહેરમાં ૪૫ જેટલા વોટરવર્કસમાં ૭.૪૭ કરોડ જેટલું વીજબિલ બાકી છે અને આવા સંજાેગોમાં નગરપાલિકાનું કનેક્શન કટ થઈ જાય તો ગોધરાની ૧.૪૦ લાખ થી વધુ પ્રજાને પાણીનો વિતરણનો ગંભીર પ્રશ્ન સર્જવાની સ્થિતિ નિર્માણ થઈ શકે છે કેમકે ગોધરા શહેરના ૧૧ વોર્ડમાં નિયમિત પાણીનો વિતરણ માટે નગરપાલિકા દ્વારા ડેમમાંથી મોટર દ્વારા પાણી ખેંચી શહેરમાં આવેલી ટાંકીમાં લાવી ત્યારબાદ દરેક વોર્ડમાં પાણીનો સપ્લાય કરવામાં આવે છે જ્યારે ગોધરા શહેરના ૧૧વોર્ડમાં ૧૦૬ જેટલા વીજ કનેક્શન ફીટ કરવામાં આવેલ સ્ટ્રીટ લાઇટનું ૮૫ લાખ જેટલું વીજ રકમને આંબી ગયું છે.

ત્યારે એમજીવીસીએલ ના અધિક્ષક ઇજનેર એન. એ. શાહે જણાવ્યું હતું કે ગોધરા નગરપાલિકા વિસ્તારમાં એમજીવીસીએલના લાઈટ બિલ ના કુલ ૧૫૧ કનેક્શનના ૮ કરોડ અને ૩૩ લાખ બાકી બિલ બોલે છે જેમાં સ્ટ્રીટલાઈટના ૧૦૬ કનેક્શનમાં ૮૫ લાખ અને સદર બાકી નાણા માટે નગરપાલિકાને અવાર નવાર પત્ર દ્વારા તેમજ નોટિસ પણ આપવામાં આવેલ છે જાે સદર નાણાં ગોધરા નગરપાલિકા દ્વારા સમયસર નાણાં ની ભરપાઈ કરવામાં આવે નહીં તો મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ તરફથી નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.