Western Times News

Gujarati News

7605 કલાકારોએ આધુનિક કૌશલ્યની તાલીમ મેળવી 4.98 કરોડની આવક કરી

88 percent of artisans struggle on account of minimal market connect-The Hast Kala Setu Yojana Steps in as a Saviour-આશરે 88 ટકા કલાકારો બજાર સાથે લઘુતમ જોડાણને કારણે ટકી રહેવા સંઘર્ષ કરે છે-હસ્તકલા સેતુ યોજના તેની વહારે આવી છે

– લગભગ છેલ્લાં બે વર્ષમાં ઇડીઆઇઆઈએ 19,361 કલાકારોને સફળતાપૂર્વક તાલીમ આપી છે, જેમાંથી 7605 કલાકારોએ આધુનિક કૌશલ્યની તાલીમ અને માર્ગદર્શન મેળવ્યું છે. આ કલાકારોએ રૂ. 4.98 કરોડની આવક કરી છે

– આ કાર્યક્રમમાં લગભગ 40,000 કલાકારોની ડિરેક્ટરી તૈયાર કરવાની જાહેરાત પણ થઈ હતી. આ કલાકારો વિશે, તેમના ઉત્પાદનો, કુશળતા અને અન્ય વિગતો વિશે જાણકારી મેળવવાનું વન-સ્ટોપ પ્લેટફોર્મ બનશે

અમદાવાદ,  iNDEXT-c સાથે જોડાણમાં ઇડીઆઇઆઈ હસ્તકલા સેતુ યોજના અંતર્ગત કલાકારો (રાજ્ય સરકારના એવોર્ડવિજેતા) માટે એક દિવસનો કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું,

Over last almost 2 years, EDII has successfully sensitized and trained 19,361 artisans, out of these 7605 have been imparted advanced skill training and mentorship support. These artisans have notched a revenue of Rs. 4.98 crores.

જેની શરૂઆત વર્ષ 2020માં થઈ હતી. હસ્તકલા પ્રોજેક્ટમાં પૂરક આ એક-દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ કલાકારોની કુશળતા વધારવા અને માહિતીની અસમાનતા દૂર કરવા માટે સેતુરૂપ બનવાનો હતો, જેથી તેઓ બજારના પ્રવાહો અને માગને સુસંગત રીતે કામ કરી શકે છે.

હસ્તકલા સેતુ યોજના માટે અમલીકરણ સંસ્થા આંતરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, અમદાવાદ છે. આ પ્રોજેક્ટ કમિશનરેટ ઓફ કોટેજ એન્ડ રુરલ ઇન્ડસ્ટ્રીઝ (સીસીઆરઆઈ), ગુજરાત સરકારનો ટેકો ધરાવે છે.

હસ્તકલા સેતુ યોજના માટે અમલીકરણ સંસ્થા તરીકે ઇડીઆઇઆઈ ગુજરાતના ગ્રામીણ અને કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ઉદ્યોગસાહસિકતાનું એક સંપૂર્ણ વ્યવસ્થાતંત્ર વિકસાવવા પ્રયત્નશીલ છે. પ્રયોગજન્ય કે અનુભવજન્ય અનુભવો પરથી જાણકારી મળી છે કે, આશરે 88 ટકાથી વધારે કલાકારો વિશિષ્ટ કુશળતા હોવા છતાં

તેમને બજારમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરવો પડે છે. બજાર સાથે જોડાણ અને પર્યાપ્ત જાણકારીનો અભાવ  – આ બંને મુખ્ય પરિબળો કલાકારોની નબળી સ્થિતિ તરફ દોરી ગયા છે. હસ્તકલા સેતુ યોજના કૌશલ્ય અને જાણકારીના આધારે તેમની સ્થિતિમાં પરિવર્તનનો પવન ફૂંકવા માગે છે. આ કાર્યક્રમના ભાગરૂપે ઇડીઆઇઆઈ ગ્રામીણ કલાકારો વચ્ચે જાણકારી અને કૌશલ્યની અસમાનતા દૂર કરી તેમની કુશળતા વધારવા સેતરૂપ બન્યો છે.

એટલું જ નહીં તેમના વ્યવસાયને વધારવા નવી રીતો અપનાવવામાં મદદરૂપ પણ થાય છે. આ પ્રોજેક્ટનો અમલ ગુજરાતના 13 જિલ્લાઓમાં (તબક્કા 1 અને 2માં. તબક્કાવાર જિલ્લાઓ ઉમેરવામાં આવશે) થઈ રહ્યો છે, જેમાં તાલીમ કાર્યક્રમો, જરૂરિયાત-આધારિત તાલીમ, પ્રોત્સાહન અને બજાર સાથે તેમના જોડાણ સ્થાપિત કરીને કલાકારોને ટેકો આપવામાં આવ્યો છે અને તેમને બજારમાં શું માગ છે

એની જાણકારી આપવામાં આવી છે. લગભગ છેલ્લાં 2 વર્ષમાં ઇડીઆઇઆઈએ 19,361 કલાકારોને સફળતાપૂર્વક તાલીમ આપી છે, જેમાંથી 7605ને કુશળતા વધારવા આધુનિક તાલીમ અને માર્ગદર્શન આપ્યું છે. આ કલાકારોએ રૂ. 4.98 કરોડની આવક કરી છે. નવી ડિઝાઇનો, નેટવર્કિંગના નવા વિકલ્પો, નવા બજારો સુધી પહોંચ અને ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર નોંધણી (કલાકારો માટે કેટલીક ખાસ ઊભી કરેલી સહિત) – આ તમામ પરિબળોએ તેમના વ્યવસાયમાં વધારો કર્યો છે એવું જાણવા મળ્યું છે.

આ એક-દિવસીય કાર્યક્રમમાં 38 (રાજ્યના એવોર્ડવિજેતાઓ) કલાકારો અને આશરે 130 અન્ય કલાકારો સામેલ થયા હતા, જેમની નોંધણી ઇડીઆઇઆઈ દ્વારા આયોજિત હસ્તકલા સેતુ યોજના અંતર્ગત થઈ હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ કલાકારોની કુશળતાઓ વધારવાનો હતો,

જેમાં તેમને હાલની સરકારી યોજનાઓ અને નીતિઓ વિશે જાણકારી મળી હતી તેમજ તેમને નેટવર્કિંગ વધારવા પ્રોત્સાહન મળ્યું હતું. આ રીતે આ સત્રોમાં ઉદ્યોગસાહસિકતા, ઓનલાઇન માર્કેટિંગ, બજારના પ્રવાહો અને અભિગમો તથા સરકારી યોજનાઓ પર માર્ગદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં લગભગ 40,000 કલાકારોની ડિરેક્ટરી તૈયાર કરવાની જાહેરાત થઈ હતી. આ ડિરેક્ટરી કલાકારો, તેમના ઉત્પાદનો/કુશળતાઓ અને અન્ય વિગતો વિશે જાણકારી મેળવવાનું વન-સ્ટોપ પ્લેટફોર્મ બનશે.

ગુજરાતના આદરણીય કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રી શ્રી જગદીશ પંચાલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને ‘ચાય પે ચર્ચા’ પર કલાકારો સાથે સંવાદ કર્યો હતો તેમજ તેમની સાથે રુબરુ ચર્ચા કરીને તેમના એકમો ચલાવવા તેમની સમસ્યાઓ અને પડકારોની જાણકારી મેળવી હતી.

તેમણે વ્યવહારિક સમાધાનો પર મનોમંથન કર્યુ હતું અને કલાકારોના લાભ માટે નીતિગત સ્તરે હસ્તક્ષેપો વિશે વાત કરી હતી. તેમણે જાણકારી આપી હતી કે, “સરકાર ઇડીઆઇઆઈ જેવી સંસ્થાઓની મદદ સાથે કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના વણકરો, કલાકારો અને ઉદ્યોગસાહસિકોની કુશળતા વધારવા ગાઢ જોડાણ કરીને કામ કરે છે

તથા આ પ્રકારની તાલીમ જૂની ડિઝાઇનો, વ્યવસાયના નવા પ્લેટફોર્મની મર્યાદિત સુલભતા, જાણકારી અને વિતરણ નેટવર્કનો અભાવ તથા ઉત્પાદન નવીનતાની મર્યાદા દૂર કરવામાં મદદરૂપ થાય છે. કલાકારોને સારી તાલીમ મળે છે, જેથી તેઓ બજારની પસંદગીને અનુરૂપ ઉત્પાદનો બનાવીને પોતાના વ્યવહારિક એકમો ઊભા કરી શકે છે.”

ગુજરાત સરકારના કુટિર અને ગ્રામીણ ઉદ્યોગના સચિવ અને કમિશનર શ્રી પ્રવીણ સોલંકી (આઇએએસ)એ કલાકારોની સમસ્યાઓનો વિચાર કરવા અને વ્યક્તિગત ધોરણે તેમની સમસ્યાનું સમાધાન કરવા પર ભાર મૂક્યો હતો. કલાકારોને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, “તમે બધાએ રાજ્યને તેની ઓળખ આપી છે

અને તમામ માધ્યમો દ્વારા સહાય મેળવવાને પાત્ર છો, જેથી આપણી સદીઓ જૂની કળાઓ ટકી રહે એ સુનિશ્ચિત થાય. તમારી કુશળતાનું સ્તર વધારો, જેથી તમારી કલ્પનાશક્તિ અને નવીનતા વધે તથા તમે વ્યવસાયના તમારા મર્યાદિત ક્ષેત્રથી પર થઈને વિચારો, જેથી તમારા ગ્રાહકોમાં વધારો થશે.”

iNDEXT-cના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ડી એમ શુક્લાએ કહ્યું હતું કે, “મને આ મંચ પર રાજ્યના એવોર્ડવિજેતા કલાકારોને જોઈને આનંદ થાય છે, જે રાજ્યની વિશિષ્ટ કળાની ઉજવણી છે. તમે બધા તમારા કળાના સ્વરૂપની સાતત્યતા સુનિશ્ચિત કરવાની દ્રષ્ટિએ ચાવીરૂપ ભૂમિકા ભજવો છો. જ્યારે તમારે બધાએ ઉદ્યોગસાહસિકતાના આધુનિક નિયમો અપનાવવા જોઈએ, ત્યારે તમારે એ સુનિશ્ચિત પણ કરવું જોઈએ કે યુવા પેઢી વેપારવાણિજ્ય કરવાની નવી જાણકારી સાથે તમારા માર્ગ પર ચાલશે.”

ઇડીઆઇઆઈના ડિરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાના જણાવ્યા મુજબ, “ઇ-કોમર્સ અને સોશિયલ મીડિયાએ સંપૂર્ણપણે વ્યવસાયને પરિવર્તન કરવાની સાથે દુનિયાભરમાં વ્યવસાયની કામગીરી બદલાઈ ગઈ છે એટલે ગ્રામીણ ઉદ્યોગસાહસિકોને આ ટેકનોલોજીકલ પ્રગતિ અપનાવવી અને તેમની સાથે આવતી મોટી તકો ઝડપવી જરૂરી છે.

વળી ગ્રામીણ કલાકારો આ પરિવર્તનો સાથે તાલ મેળવે અને પર્યાવરણે અનુકૂળ કામગીરી જાળવવા સજ્જ થાય એ સુનિશ્ચિત કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. એટલે ઇડીઆઇઆઈએ આ માટે હસ્તકલા યોજના પ્રોજેક્ટ અંતર્ગત ઉદ્યોગસાહસિકોને વ્યવહારિક જાણકારી આપી છે. અત્યારે તેઓ ઊંચી માગ ધરાવતા નવીન, વેચાણ થઈ શકે એવા ઉત્પાદનો બનાવે છે.”

સમગ્ર ગુજરાતમાં હસ્તકલા સેતુ પ્રોજેક્ટનો અમલ પરંપરાગત કળા અને કારીગરીના ક્ષેત્રમાં ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાની વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ છે. પ્રોજેક્ટ ગુજરાતની સદીઓ જૂની કળાને બેઠી કરવાની પ્રશંસનીય પહેલ છે, જે લગભગ લુપ્ત થવાને આરે હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.