Western Times News

Gujarati News

શું દીપિકા પણ ગર્ભવતી છે ? તસવીર શેર થતા ચર્ચા શરુ

મુંબઈ: દીપિકા પાદુકોણ એ સોશિયલ મીડિયા પર તેની નવી તસવીર શેર કરી છે. આ તસવીર શેર થતા જસોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. ખાસ વાત તો એ છે કે, દીપિકાની આ તસવીર શેર કરતાંની સાથે જ એવી વાતો વહેતી થઇ ગઇ છે. કે શું દીપિકા પણ પ્રેગ્નેન્ટ છે, શું તે જલ્દી જ સારા સમાચાર આપી રહી છે.

આપને જણાવી દઇએ કે, દીપિકા કે રણવીર બેમાંથી કોઇ ગૂડ ન્યૂઝ અનંગે વાત કરી નથી. પણ આ તસવીરથી એવી ચર્ચાએ જાેર પકડ્યું છે. હાલમાં અનુષ્કાથી લઈને કરીના સુધી સેલેબ્સ ગૂડ ન્યૂઝ આપી રહ્યા છે. તો ફેન્સને હવે સવાલ થઈ રહ્યો છે કે શું ખરેખર હવે રણવીર સિંહ અને દીપિકા નો વારો છ ?

દીપિકા પાદુકોણે તેના ટ્‌વીટર પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે નીચે જાેઈને હસતી જાેવા મળી રહી છે અને સાથે જ તે શરમાઈ રહી છે. જાે કે આ તસવીરના કેપ્શનમાં દીપિકાએ માત્ર ફ્રેબુઆરી જ લખ્યું છે. તમે પણ જાેઈ શકો છો કે દીપિકા તસવીરમાં કઈ રીતે શરમાઈ રહી છે અને નીચે જાેઈ રહી છે.

હવે દીપિકાની આ તસવીરે ચર્ચા જગાવી છે કે ખરેખર તે પ્રેગ્નેન્ટ છે. ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણવીરે ૬ વર્ષ એકબીજાને ડેટ કરીને પછી ૨૦૧૮માં લગ્ન કર્યા હતા.

જાે કે આ વર્ષે દીપિકાની એક બે નહીં પણ કેટલીય મોટી ફિલ્મો મોટા પડદે રીલિઝ થવા જઈ રહી છે. સાથે જ દીપિકા કેટલાક મોટા પ્રોજેક્ટનો ભાગ પણ બનવા જઈ રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા આ વર્ષે દીપિકા પ્રભાસ સાથે પણ જાેવા મળવાની છે, તો વળી સાથે સાથે ઋતિક રોશન સાથે પણ રામાયણમાં જાેવા મળવાની છે. એ જ રીતે શાહરૂખ ખાન સાથે પઠાનમા પણ જાેવા મળે એવી વાતો સામે આવી રહી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.