દિપેશ્વરી ધામ ટ્રસ્ટ તરફથી રામજન્મભૂમિ તિથૅક્ષેત્ર માટે ૫૧ હજારનો સહયોગ
બાયડ તાલુકાના આંબલીયારા ઉપખંડ ખાતે આવેલ શ્રી દિપેશ્વરી માતાજી મંદિર, ઉંટરડા તરફથી શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ માટે રૂપિયા એકાવન હજાર પુરા મળેલ છે. આ રકમ શ્રી દિપેશ્વરી વહીવટી સેવા મંડળ તરફથી આપવામાં આવ્યા છે આ નિધિ ની રકમ આપતી વખતે મંદિરના ટ્રસ્ટીઓ હાજર હતા.
જેમાં પ્રમુખશ્રી નવીન કાકા, મંદિરના પૂજારી હરિકાકા, મંદિરના ઉપપ્રમુખ શ્રી રાજુભાઇ પટેલ, અશોકભાઈ જોશી , ગોપાલસિંહ રાઠોડ, તથા ભીખાભાઈ મણીભાઈ પટેલ વગેરે આ નિધિ ની રકમ આપતી વખતે હાજર રહ્યા હતા. આ રકમ આંબલીયારા ઉપખંડ ખાતેની જવાબદારી નિભાવતા પટેલ મેહુલ કુમાર તથા મનીષભાઈ ને મંદિરના પુજારી શ્રી ના હસ્તે રૂપિયા ૫૧ હજારનો ચેક આપ્યો હતો. દિલીપ પુરોહિત. બાયડ