Western Times News

Gujarati News

ઝઘડીયા GIDCમાં સિક્યુરિટી સુપરવાઈઝરને ગડદાપાટુનો માર માર્યો

ઝઘડીયા જીઆઈડીસી માં આવેલા લારી ગલ્લાઓ પર આજુબાજુ કચરો નહીં નાંખવાની આપેલ સિક્યુરિટીની સૂચનાની રીસ રાખી હુમલો કરવામાં આવ્યો.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ લારી ગલ્લાઓ ચલાવનારાઓ દ્વારા આડેધડ ગંદકી તથા કચરો નાખવામાં આવે છે.જેની તપાસ કરવા ગયેલા સિક્યુરિટી સુપરવાઈઝર પર હથોડા વડે હુમલો કરી એસયુવી તથા સ્વિફ્ટ ગાડીના કાચ તોડી નાંખી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી.

ઝઘડિયા તાલુકાના લીંભેટ ગામે રહેતા નેહલ પ્રકાશભાઈ વસાવા લીંભેટ ગામના સરપંચ અર્જુન સુપડભાઈ વસાવાના હાથ નીચે સિક્યુરિટી તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

નેહલ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ગામના સરપંચ અર્જુન વસાવા સાથે જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ઓફિસ તરફ થી બાલાજી ઈન્ડસ્ટ્રીયલ સર્વિસને જીઆઈડીસીમા રોડ પર લારી ગલ્લા એકરોચમેન્ટ હટાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.

જે બાબતે તેઓ અર્જુન સરપંચ સાથે જીઆઈડીસીમાં તપાસ માટે નીકળ્યા હતા.ત્યારે અનુપમ રસાયણ કંપની નજીક કોન્ટ્રાક્ટરના મજૂરો કામ કરતાં હતાં ત્યાં જ ઉભા હતા.નજીકમાં તલોદરા ગામના નિલેશ ગોવિંદભાઈ વસાવાનો ચા નાસ્તાનો ગલ્લો આવેલ છે ત્યાં સિક્યુરિટી નેહલ તથા સરપંચ અર્જુન વસાવા, સિક્યુરિટી સુપરવાઈઝર પ્રીતમ વસાવા,અક્ષય વસાવા ઉભેલા હતા.

આ દરમ્યાન હિતેશ બકોરભાઈ પટેલ એની બાઈક લઈ ત્યાં આવ્યો હતો અને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી કહેતો હતો કે તમે બધા અમોને હવે હુકમ કરવા લાગેલા છો એમને ? હવે તમે બધાને કચરો હટાવવા માટે હુકમ કરો છો ? તેમ કહી ગમેતેમ ગાળો બોલી એકદમ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાંનો હથોડો લઈ સરપંચ અર્જુન વસાવાની એસયુવી ગાડી તથા સુપરવાઈઝર પ્રિતમ વસાવાની સ્વીફ્ટ ગાડીના કાચ હથોડો મારી તોડી નાખ્યા હતા.

હિતેશ પટેલે તેના હાથમાંનો હથોડો અક્ષય વસાવાને છૂટો મારતા તે પ્રીતમ વસાવવાની કમરે વાગી ઇજા થઈ હતી.ત્યાર બાદ હિતેશે નજીકમાં પડેલા લાકડાના સપાટો લાવી લિંભેટના સરપંચ અર્જુન વસાવા,સિક્યુરિટી નેહલ વસાવા, સુપરવાઈઝર પ્રીતમ વસાવા તથા અક્ષય વસાવાને મારવા લાગેલા જેમાં નેહલ તથા સરપંચ અર્જુનને સામાન્ય ઈજાઓ પહોંચી હતી

.મારામારી દરમ્યાન આજુબાજુના લોકો ભેગા થતાં હિતેશ પટેલ અર્જુન સરપંચને કહેતો હતો કે તમે એકલા ભેગા થાવ એટલે અમે તમને મારી નાખવાના છીએ તેમ કહી જતો રહ્યો હતો.

પ્રીતમ વસાવા,અક્ષય વસાવાને ઇજાઓ પહોંચતાં તેમને સરકારી દવાખાનામાં સારવાર અર્થે લઈ જવાયા હતા. મારામારીની ઘટના સંદર્ભે નેહલ પ્રકાશભાઈ વસાવાએ (૧) હિતેશ બકોરભાઈ પટેલ (૨) નિલેશ ગોવિંદભાઈ વસાવા બંને રહે.તલોદરા તા. ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.