Western Times News

Gujarati News

રાજપારડી નજીક બંધ પડેલ બાઈક ચાલુ કરવા સેલ મારતા સળગી ઉઠી

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ નજીક બંધ થયેલી બાઈક ચાલુ કરવા જતા બાઈકમાં ભડકો થયો હતો,અને બાઇક સળગી ગઇ હતી. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ પિપલપાન ગામનો કિરણભાઇ અભેસીંગભાઈ વસાવા નામનો  યુવાન ઝઘડીયા નજીકની એક કંપનીમાં નોકરી કરેછે.

તા.૩ જીના રોજ સવારે પાંચ વાગ્યાના અરસામાં કિરણ  બાઇક લઈને નોકરીએ જવા નીકળ્યો હતો.રાજપારડી પસાર કર્યા બાદ મુખ્ય ધોરીમાર્ગ પર ખડોલી ગામ નજીક બાઈક બંધ પડી ગઈ હતી.બાઇક ચાલુ કરવા કિરણે ત્રણ ચાર વાર સેલ મારતા બાઈકમાં એકાએક ભડકો થયો હતો.

બાઈક ચાલક કિરણ સમયસુચકતા વાપરીને બાઇક પરથી નીચે ઉતરી પડતા તેનો આબાદ બચાવ થયો હતો.આગે બાઈકને ભરડો લેતા બાઈક સળગી ગઈ હતી.ધોરીમાર્ગ પર બાઈક સળગી ગઈ હોવાના સમાચાર થોડીવારમાંજ રાજપારડી ઉપરાંત નજીકના ગામોએ પહોંચી ગયા હતા.આગનુ ચોક્કસ કારણ જાણી શકાયુ નથી

પરંતુ શોટ સર્કિટ કે અન્ય કોઈ યાંત્રિક ખામીના કારણે આગ લાગી હોવાનું મનાય છે.ઘટનાની ખબર પડતા રાજપારડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.બાદમાં કિરણભાઈ અભેસીંગભાઈ વસાવા રહે.પીપલપાન તા.ઝઘડીયાની ફરિયાદ મુજબ રાજપારડી પોલીસે તપાસ હાથધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.