૨૧ વર્ષની યુવતીથી કેન્દ્ર સરકાર ડરી ગઇ : પ્રિયકા ગાંધી
નવીદિલ્હી: પોલીસે ટુલકિટ મામલામાં ૨૧ વર્ષની પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિની ધરપકડ કરી છે તેનો કિસાન અને કોંગ્રેસના નેતાઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું છે. કોંગ્રસમાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ કહ્યું કે એક નિહત્થી યુવતીથી સરકાર ડરી ગઇ છે. પ્રિપ્યંકા ઉપરાંત રાહુલ ગાંધી,શશિ થરૂર,પી ચિદમ્બરમ અને અરવિંદ કેજરીવાલે પણ દિશાની ધરપકડનો વિરોધ કર્યો છે. દરમિયાન અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભાણી મીના હેરિસે સોશલ મીડિયા પર લખ્યું છે કે સરકાર કાર્યકર્તાઓને નિશાન કેમ બનાવી રહી છે.
પ્રિયંકા ગાંધીએ દિશાની ધરપકડ પર સરકાર પર નિશાન સાધ્યુ છે તેમણે ટ્વીટ કરી લખ્યું ડરે છે બંદુક વાળા એક નિહત્થી ( હથિયાર વિનાની) ફેલાય છે હિમ્મતના ઉજવાળા એક નિહત્થી યુવતીથી જયારે કોંગ્રેસ સાંસદ અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ભારતને ચુપ કરાવવામાં આવી રહ્યું છે તેમણે લખ્યું કે બોલવાની લવ આઝાદી છે તારા બોલથી સચ્ચાઇ જીવતી છે અત્યાર સુધી જે ડરે છે દેશ નહીં ભારત નહીં ભારતને સરકાર ચુપ કરાવી શકે નહીં
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે જળવાયુ કાર્યકર્તાની ધરપકડનો વિરોધ કર્યો છે તેમણે કહ્યું કે ૨૧ વર્ષની દિશા રવિની ધરપકડ લોકતંત્ર પર એક અભૂતપૂર્વ હુમલો છે આપણા કિસાનોને સમર્થન આપવું અપરાધ નથી દરમિયાન કિસાનોની યુનિયન અંેકમ સંયુકત કિસાન મોરચાએ દિશા રવિની ધરપકડની ટીકા કરી અને તેને તાકિદે મુકત કરવાની માંગ કરી હતી.
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે પુછયુ છે કે શું સરકારને પોતાની તસવીર ખરાબ થવાની પરવાહ નથી તેમણે કહ્યું કે ભારતમાં કિસાન આંદોલનને દબાવવા માટે જે રીતે રાજનીતિક વિરોધ અને વૈચારિક આઝાદી પર હુમલો થઇ રહ્યો છે દિશા રવિની ધરપકડ તેમાં એક નવું પગલું છે શું ભારત સરકારને દુનિયામાં પોતાની તસવીર ખરાબ થવાની જરા પણ પરવાહ નથી
એ યાગ રહે કે દિશા રવિની દિલ્હી પોલીસની સાઇબર સેલે ધરપકડ કરી હતી પોલીસનો આરોપ છે કે ભારતની વિરૂધ્ધ વૈમનસ્ય ફેલાવવા માટે રવિ અને અન્યે ખાલિસ્તાન સમર્થક સમૂહ પોએટિક જસ્ટિસ ફાઉડેશનની સાથે સાંઠગાંઠ કરી પોલીસે દાવો કર્યો કે ગ્રેટા થનબર્ગની સાથે ટુલકિટ સંયુકત કરનારાઓમાં રવિ પણ એક હતી.હાલમાં દિશા રવિ પાંચ દિવસની પોલીસ હિરાસતમાં છે.