પાંચ રાજ્યોમાં ફરી કોરોનાના કેસ વધતા કેન્દ્રનું એલર્ટ
નવીદિલ્હી: દેશમાં કોરોના વેક્સીનેશનની વધતા જતા દરની વચ્ચે ફરી એકવાર કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસ ના કેસ વધવા લાગ્યા છે. તેને જાેતાં કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય રાજ્યોને એલર્ટ જાહેર કર્યું છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર કેરલ, મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના કેસ અચાનક વધી ગયા છે. છત્તીસગઢમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૨૫૯ નવા કેસ સામે આવ્યા છે. કેરલ અને મહારાષ્ટ્રમાં ગત એક અઠવાડિયામાં કોરોનાના નવા કેસોમાં વધારો થયો છે.
મંત્રાલયના અનુસાર મહારાષ્ટ્ર માં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૬,૧૧૨ નવા કેસ સામે આવ્યા, આ કોઇ રાજ્યમાં કોરોના વાયરસની સૌથી વધુ સંખ્યા છે. પંજાબમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગત ૨૪ કલાકમાં ૨૮૨ નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશમાં ગત ૨૪ કલાકમાં ૨૯૭ નવા કેસ નોંધાયા છે.
કોરોનાના વધતા જતા કેસને જાેતાં સરકારે રાજ્યોને એલર્ટ જાહેર કરી દીધું છે. કેંદ્રએ કહ્યું કે કોરોનાની ચેન તોડવામ આટે તમામ રાજ્યો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું સુનિશ્વિત કરે. કોરોના વાયરસની સૌથી મોતી ભાગીદારી ધરાવનાર મહારાષ્ટ્ર અને કેરલને કેંદ્ર સરકારે વધુ સજાગ રહેવા માટે કહ્યું છે.