એક દિવસમાં જ ૨૦ લાખથી વધુ વેક્સિનનાં ડોઝ લગાવાયા
નવી દિલ્હી: દેશમાં ચલાવવામાં આવી રહેલા રસીકરણ અભિયાન હેઠળ કોરોના વાયરસ વિરૂધ્ધ ચાલી રહેલા જંગમાં તેજી આવી છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયએ શનિવારે જણાવ્યું કે ૨૦ લાખથી વધુ કોવિડ-વેક્સિનનાં ડોઝની સાથે ભારતે શુક્રવારે એક જ દિવસમાં સૌથી વધુ રસીકરણ કર્યું.
આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે ૩૦,૫૬૧ સત્રો દ્વારા રસીકરણ અભિયાનનાં ૫૬માં દિવસે એટલે કે ૧૨ માર્ચે ૨૦,૫૩,૫૩૭ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવી ચુક્યો છે, તેમાં ૧૬,૩૯,૬૬૩ આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસીનો પહેલો ડોઝ મળી ચુક્યો છે, તે સાથે જ ૪,૧૩,૮૭૪ એચસીડબલ્યુ અને એફએલડબલ્યુને વેક્સિનનો બીજાે ડોઝ આપવામાં આવી ચુક્યો છે, અત્યાર સુધી ૪,૮૬,૩૧૪ સત્રો દ્વારા વેક્સિનનાં કુલ ૨,૮૨,૧૮,૪૫૭ ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાનાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંથી એક મહારાષ્ટ્રમાં કુલ ૬૩.૫૭ ટકા એક્ટિવ કેસ નોંધાયા છે, અહીં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૮૧૭ નવા કેસ નોંધાયા છે, ૨૦થી વધુ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-૧૯નાં એક હજારથી ઓછા એક્ટિવ કેસ છે, આ દરમિયાન નેશનલ રિકવરી રેટ ૯૬.૮૨ ટકા સુધી પહોંચી ગયો, તે સાથે જ રિકવરી વધીને ૧,૦૯,૭૩,૨૬૦ થઇ ગઇ, ૫ રાજ્યોમાં નવા મોતની ટકાવારી ૮૧.૪૩ છે.