Western Times News

Gujarati News

૧૦૧ વર્ષના દાદાએ માત્ર ૮ દિવસમાં કોરોનાને હરાવ્યો

વડોદરા: ૧૦૧ વર્ષના જયંતી ચોક્સીને તેમના પરિવારના સભ્યો અને પાડોશીઓ હંમેશા એક યોદ્ધા તરીકે ઓળખે છે, જેઓ ક્યારેય પણ પડકારોનો સામનો કરતા ડરતા નથી. તેમણે ફરીથી તેઓ ‘યોદ્ધા’ છે તે વાત સાબિત કરી દેખાડી છે. તેમણે આ ઉંમરે માત્ર આઠ જ દિવસમાં જીવલેણ કોરોના વાયરસને હરાવ્યો છે.

ગુજરાતમાં વાયરસથી રિકવર થનારા તેઓ સૌથી મોટી ઉંમરના વ્યક્તિ છે. થોડા ખરાબ દિવસો પસાર કર્યા છતાં, અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં રહેતા જયંતી ચોક્સી શુક્રવારે ચહેરા પર સ્મિત સાથે તેમના ઘરે ગયા હતા. જયંતી ચોક્સીની સારવાર કરનારા ઈન્ફેક્શિયસ ડિસીઝ કન્સલ્ટન્ટ ડો. અંનિકેત શાહે વાતચીત કરતાં જણાવ્યું કે, જ્યારે તેમને હોસ્પિટલે લાવવામાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેમનું ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું. થોડા દિવસ તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને કિડનીઓને પણ અસર પહોંચી હતી.

જાે કે, સારવારની તેમના શરીર પર અસર થવા લાગી હતી અને ઉંમર હોવા છતાં તેઓ ઝડપથી રિકવર થઈ ગયા. શરૂઆતમાં તેઓ કંટાળી જતા હતા અને ઘરે પાછા જવાનું કહેતા હતા. પરંતુ જ્યારે તેમની સ્થિતિ સુધરવા લાગી ત્યારે ફરીથી તેમનામાં જુસ્સો પાછો આવી ગયો તેમ ડો. શાહે જણાવ્યું. તેમના ભત્રીજી રિંકી ચોક્સી, કે જેઓ વડોદરામાં રહે છે ૪ માર્ચે તેના કાકાનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શરુઆતમાં એક ખાનગી હોસ્પિટલમાં તેમને ન્યૂમોનિયા માટે ખસેડવામાં આવ્યા હતા. આઈસીયુમાં ખસેડ્યા બાદ થોડા દિવસ તેમણે વાત કરવાનું બંધ કરી દેતા અમે ડરી ગયા હતા. પરંતુ પોતાના જાેમ અને જુસ્સો ભરીને તેમણે ફરીથી વાતચીત કરવાનું શરુ કર્યું અને તેઓ ઘરે જવા માગતા હોવાથી ડિસ્ચાર્જ થવાની વાત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.