Western Times News

Gujarati News

કોંગ્રેસની અંદર કોઇ પણ અલગ નથીઃ આનંદ શર્મા

નવીદિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક જુથબંધીને નકારી દેતા પાર્ટીના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે પાર્ટીની અંદર બે સમૂહ નથી કારણ કે આગામી વિધાનસભા ચુંટણીમાં તમામ ભાજપ અને અન્ય વિરોધીઓને હારાવવા માટે સોનિયા ગાંધીના નેતૃત્વમાં એક થઇ લડી રહ્યાં છે

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું કે અહીં એક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે અને પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધી છે અને હજુ કોંગ્રેસ પાર્ટીની સામે એકમાત્ર હેતુ ભાજપ અને અન્ય વિરોધીઓને આ ચુંટણીઓમાં હરાવવાનો છે.એ યાદ રહે કે શર્મા તે ૨૩ નેતાઓના સમૂહના એક મુખ્ય સભ્ય છે જેમણે ગત વર્ષ ઓગષ્ટમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખી સંગઠનાત્મક ફેરબદલની વિનંતી કરી હતી.
શર્માએ વાત કરતા કહ્યું કે પાર્ટીમાં સમૂહવાદને લઇ કોઇ ખોટી ધારણા બનવી જાેઇએ નહીં રાજયસભામાં કોંગ્રેસના ઉપનેતા શર્માએ કહ્યું કે કોંગ્રેસ એતિહાસિક રીતે આંતરિક ચર્ચા માટે ઉભી છે જયાં મુદ્દા પર સંગઠનની અંદર ચર્ચા થાય છે.

તેમણે કહ્યું કે સ્વતંત્રતા સંગ્રામના દિવસોથી આઇએનસીના લાંબા ઇતિહાસમાં જયારે મહાત્મા ગાંધી,જવાહલાલ નહેરૂ વલ્લભભાઇ પટેલ સુભાષ ચંદ્ર બોસ હતાં ત્યારથી આ પરંપરા જારી છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી સી ચાકો દ્વારા સમૂહવાદના આરોપ પર આપવામાં આવેલા રાજીનામા પર કહ્યું કે તેમને છોડવી હતી તો છોડી ગયા આ રાજનીતિક પક્ષોમાં થાય છે પરંતુ કોંગ્રેસ પાર્ટી એ બતાવશે કે તે આ ચુંટણીમાં એક થઇ કેવી રીતે લડી શકે છે અહીં કોંગ્રેસનો પ્રયાસ રહેશે કે ભાજપ અને તેના સાથી પક્ષોને પરાજય મળે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.