૩.૫૦ કરોડનો કોન્ટ્રાકટ નહેરુબ્રિજ રીપેરીગ માટે અપાયો
૪૫ દિવસ સુધી બંધ મ.પા દ્વારા ૧૪ માર્ચથી ૨૭ એપ્રિલ સુધી બ્રિજમાં રીપેરીગ કામ માટે વાહન ચાલકોની અવર જ્વર માટે પ્રતિબંધ મુકાયો
અમદાવાદ, અમદાવાદ શહેરની સાબરમતી નદી પર આવેલો નહેરુ બ્રિજ આગામી ૪૫ દિવસ માટે બંધ રાખવાનો ર્નિણય એએમસી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે . જાહેર માધ્યમોમાં જાહેર નોટિસ આપી અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ૧૪ માર્ચથી ૨૭ એપ્રિલ સુધી બ્રિજમાં રીપેરીગ કામ માટે વાહન ચાલકોની અવર જ્વર માટે પ્રતિબંધ મુકાયો છે.
બ્રિજની હાલત જર્જરિત બનતા ભોપાલની કંપનીને ૩.૫૦ કરોડનો કોન્ટ્રાકટ રીપેરીગ માટે અપાયો છે. બ્રિજના એક્સપાંસન બદલવા સહિતની કામગીરી કરાશે. નહેરુબ્રિજ બંધ હોવાને લઈને લાલ દરવાજા અને આશ્રમ રોડ જવા માટે અન્ય બ્રિજથી લોકો અવરજવર કરી શકશે. જેના કારણે ગાંધી અને એલિસબ્રિજ પર વાહનોનું ભારણ વધી શકે છે.
નહેરુ બ્રિજનું સંપૂર્ણ બાંધકામમાં હાઇડ્રોલિક જેકનો ઉપોયગ કરવામાં આવ્યો છે. બ્રિજના સસ્પેન્ડેડ સ્પાનને હાઇ ડ્રોલિક જેકથી લિફ્ટ કરી બેકિંગ બદલી શકાય છે આ કામગીરી સેનફિલ ઇન્ડિયા પ્રા. લી સોંપવામા આવી છે. જે હવે પછી સાત જેટલા સસ્પેન્ડેડ સ્પાનની ૧૨૬ બેરીગને ઇલાસ્ટોમેટિક બેરીગ દ્વારા રિપલેશ કરવાની કામગીરી કરશે.
ઉપરાત ૩૨૦ જેટલા એકસપાન્સન જાેઇન્ટને પણ રિપલેશ કરવાની કામગીરી પણ હાથ ધરાશે. હાલ તો આ સમારકામ કામગીરી પાછળ રૂપિયા ૩.૨૫ કરોડનો ખર્ચે અંદાજીત કરાયો છે. આ અંગે માહિતી મળતા અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર જાેડતા નહેરુ બ્રિજ લંબાઇ ૪૪૨.૩૨ અને પહોળાઇ ૨૨.૮૦ છે .
૫૮ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલ બ્રિજનું રીપેરીગ કામ આ પહેલા જાન્યુઆરી મહીના પણ કરવામાં આવ્યું હતુ. ૧૯૫૬મા નહેરુ બ્રિજ બનાવવા દરખાસ્ત મંજૂર કરાઇ હતી . અમદાવાદ શહેરને પહેલી જૂલાઇ ૧૯૫૦ના દિવસથી મ્યુનસિપિલ કોર્પોરેશન દરજ્જાે આપવામા આવ્યો છે .
એએમસી દરજ્જાે મળ્યા બાદ વર્ષ ૧૯૫૬માં એક સમય અમદાવાદ શહેરના મેયર ચિનુભાઇ દ્વારા શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારે જાેવા માટે આ બ્રિજ બનાવવા આ દરખાસ્ત મુકવામા આવી હતા . ૫૮ વર્ષ પહેલા શરૂ કરેલા આ બ્રિજને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ નામ સાથે જાેડવામાં આવ્યો છે. ઇતિહાસની નોંધ પ્રમાણે આ બ્રિજ વર્ષ ૧૯૬૨મા શરૂ કરાયો હોવાનો ઉલ્લેખ છે .