Western Times News

Gujarati News

રાજકોટમાં ફ્રેન્ડ બનવાનું કહી મહિલાઓ હનીટ્રેપમાં ફસાવી રહી છે

રાજકોટમાં હનીટ્રેપની ઘટનાઓમાં વધારો થયો-૩ શખ્સોએ આંતરી તું મારી બહેનને ક્યાં લઈ જાશ કહીને અપહરણ કર્યું હતું અને ૨.૫૦ લાખ રૂપિયાની માંગ કરી

રાજકોટ, રાજકોટમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકને હનીટ્રેપમાં ફસાવી રૂપિયાની માંગણી કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. ફોન પર ફ્રેન્ડ બનવાનું કહી મહિલાએ એકાંત માણવા બોલાવ્યો હતો. બાઇક પર જતાં સમયે ત્રણ શખ્સોએ આંતરી તું મારી બહેનને ક્યાં લઈ જાશ કહીને અપહરણ કર્યું હતું અને ૨.૫૦ લાખ રૂપિયાની માંગણી કરી હતી.

રૂપિયા ઉપાડવા એટીએમમાં લઈ જતા ભોગ બનનાર યુવકે લોકોને ઈશારો કરતા લોકોએ બન્ને શખ્સોને ઝડપી પોલીસના હવાલે કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર રોડ પર આવેલી અવધ રેસિડેન્સિમાં રહેતા ગ્રૂપ થ્રી નામની સિક્યુરિટી એજન્સીના સંચાલક રમણજી ચંદ્રેશ્વરપ્રસાદ યાદવે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એક મહિલા સહિત ચાર શખ્સોના નામ આપ્યા હતા.

રમણજી યાદવે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૧૦ની રાત્રીના ૨.૩૦ વાગ્યે પોતે સિક્યુરિટી ગાર્ડને ચેક કરવા માટે બાઇક પર જતો હતો ત્યારે તેના મોબાઇલ પર ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ મનીષા તરીકે આપીને ફ્રેન્ડશીપની ઓફર કરી હતી અને જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે મળવા બોલાવ્યો હતો.

મહિલાએ અધવચ્ચે વાહન ઊભું રખાયું રાત્રે ૩.૧૫ વાગ્યે રમણજી બાઇક લઇને ત્યાં પહોંચતા મનીષા નામની તે મહિલાએ તેની ફ્રેન્ડનું મકાન ખાલી છે ત્યાં જવાનું કહી યુવકના બાઇક પાછળ બેસી ગઇ હતી. મોરબી રોડ પર અતિથિ દેવો ભવ હોટેલ નજીક પહોંચતા મહિલાએ લઘુશંકા જવાનું કહી બાઇક ઊભું રખાવ્યું હતું અને તે થોડે દૂર લઘુશંકા કરવા ગઇ હતી

અને થોડીવારમાં જ ત્રણ શખ્સ ધસી આવ્યા હતા, તું મારી બહેનને લઇને ક્યાં જાય છે તેમ કહી રમણજીને ગાળો ભાંડી તેની પાસેથી બાઇક અને બે ફોન લૂંટી લીધા હતા. મહિલાને લઇને અશ્વિન નાસી ગયો હતો જ્યારે અનીલ હમીર સારેસા અને દિલીપ ઉર્ફે દિલો લાખા ગોહેલ યુવકને બાઇકની વચ્ચે બેસાડી બેડી તરફ લઇ ગયા હતા

અને ત્યાં એક ઓરડીમાં લઇ જઇ રૂ.૨.૫૦ લાખની માગ કરી હતી અને પૈસા નહી આપે તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. હાલ તો પોલીસે આ બન્ને શખ્સોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. જાેકે હજુ પણ મનીષા નામની મહિલા સહિત બે શખ્સો ફરાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.