Western Times News

Gujarati News

કોરોનાની રસી લીધા વગર વૃદ્ધના નામે આવ્યું સર્ટિફિકેટ, તંત્ર મૌન

સુરત, સુરતના સરકારી આરોગ્ય કેન્દ્રમાંથી રસી આપવાનો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. હરિદ્વાર ગયેલા વૃદ્ધ વ્યક્તિને રસી આપ્યાનું પ્રમાણપત્ર મળ્યું છે. વૃદ્ધને ૧૩ માર્ચે કોરોના રસી મુકવા માટેની એપોઇન્ટમેન્ટ મળી હતી. પરંતુ તે પહેલાં ૯ માર્ચે વૃદ્ધ હરિદ્વાર ગયો હતો અને રસી ન મળવા છતાં તેમને પ્રથમ ડોઝ આપવાનું પ્રમાણપત્ર મોકલવામાં આવ્યું હતું. જેને લઈને વૃદ્ધ પણ ચોંકી ગયા હતા.

જાેકે, આ સમગ્ર મામેલ વહીવટી તંત્રએ મૌન ધારણ કર્યું છે અને કોઈપણ પ્રકારની સ્પષ્ટતા આપવાનો ઇનકાર કર્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા સિંઘ પરિવારના વૃદ્ધ વ્યક્તિ હરિદ્વાર ગયા ત્યારે સુરતના બમરોલીમાં આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ સફળતાપૂર્વક આપવામાં આવ્યો છે તેનું પ્રમાણપત્ર પણ મળી ગયું છે.

જેથી આખા પરિવારને હેરાનગતી થઇ કે, પિતા અહીં નથી તો આ રસી કોને લગાવી. વાત એમ છે કે, અનુપસિંહે ૧૦ માર્ચે તેમના માતા અન્નપૂર્ણા સિંહ અને પિતા હરીભાન સિંહને કોરોના રસી અપાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેઓને રસી લેવા માટે ૧૩ માર્ચની એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી.

પરંતુ પિતા હરીભાન સિંહ હરિદ્વાર કુંભ ગયા હતા. તે હજી પણ આવ્યા નથી જેથી રસી મેળવી શક્યા ન હતા. આ અંગે પુત્ર અનૂપે કહ્યું કે, તેના માતાપિતાની એપોઇન્ટમેન્ટ હોવાથી, તેને માતાને રસી અપાવતા પહેલા જ તેના પિતા હરીભાન સિંહને કોરોનાનો પ્રથમ ડોઝ આપવા આવ્યો હોવાનું ઓનલાઇન પ્રમાણપત્રનો મેસેજ મળ્યો. જ્યારે તેઓએ આ મામલે તપાસ માટે બમરોલી હેલ્થ સેન્ટર પહોંચ્યો ત્યારે ત્યાંના સ્ટાફે આ અંગે તપાસ કર તો તેઓની પાસે પણ ઓનલાઇન સર્ટિફિકેટ હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.