Western Times News

Gujarati News

મ્યુનિ. કમિશ્નરની ઓફીસમાં કોરોના રોકવા મીટીંગ:  હોદ્દેદારોની ઓફીસમાં નિયમના લીરા ઉડ્યા

અમદાવાદના આઠ વોર્ડમાં રાત્રે દસ વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા આદેશ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહીનાથી કોરોના ગાઈડલાઈનના અમલમાં ભારે વિરોધાભાસ જાેવા મળી રહયો છે. ચૂંટણી સમયે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના ધજાગરા ઉડયા હતા જયારે નાગરીકો માસ્ક ન પહેરવા બદલ દંડ ચુકવી રહયા હતા તેવી જ રીતે મોટેરા ખાતે ચાલી રહેલી ક્રિકેટ મેચમાં એક સાથે ૬૦ થી ૭૦ હજાર પ્રેક્ષકો એકત્રિત થાય છે જેમાં કોરોના માર્ગદર્શિકાનો કોઈ જ અમલ થતો નથી.

જયારે મ્યુનિ.તંત્ર ખાણી પીણી બજારો અને હોટલને સોશ્યલ ડીસ્ટન્સના નામે સીલ કરાવી રહયા છે. જયારે સોમવાર ૧પ માર્ચે મ્યુનિ. કમિશ્નર કોરોનાને નિયંત્રણમાં લેવા માટે મીટીંગ કરી રહયા હતા જયારે બીજી તરફ ભાજપના હોદ્દેદારોને શુભેચ્છા આપવાના નામે મ્યુનિ. ભવનમાં નિયમોના લીરા ઉડયા હતા જયારે મ્યુનિ. કમિશ્નરે આઠ વોર્ડમાં રાત્રે દસ વાગ્યા બાદ દુકાનો બંધ કરવા હુકમ કર્યો છે.

મ્યુનિસિપલ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોએ સોમવારથી પદભાર સંભાળ્યો હતો તેથી મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેન પક્ષ નેતાને શુભેચ્છા પાઠવવા કોર્પોરેટરો અને કાર્યકરોના ટોળા ઉમટ્યા હતા એક અંદાજ મુજબ મ્યુનિ. ભવનના ત્રીજા માળે પાંચ હોદ્દેદારોની ઓફીસમાં પ૦૦ કરતા વધુ લોકો એકત્રિત થયા છે

જેમને રોકવાની હીંમત વહીવટીતંત્ર કે સીકયોરીટી એજન્સીના બાઉન્સરો દાખવી શકયા ન હતા તેમજ હોદ્દેદારોએ પણ માસ્ક પહેરવા તથા સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા માટે તેમના સાથી કોર્પોરેટરો અને કાર્યકરોને અપીલ કરી ન હતી સુત્રોએ જણાવ્યા મુજબ પાંચ હોદ્દેદારો પૈકી એક માત્ર ભાસ્કર ભટ્ટે માસ્ક પહેરી રાખ્યું હતું.  સ્ટેન્ડીંગ ચેરમેન તથા મેયર કરતા ભાસ્કર ભટ્ટને શુભેચ્છા આપવા આવનાર કાર્યકરોની સંખ્યા વધારે હતી તેમ વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. ભવનમાં જે સમયે પાંચ હોદ્દેદારોની ઓફીસમાં કોરોના ગાઈડલાઈનના લીરા ઉડી રહયા હતા તે જે સમયે મ્યુનિ. કમિશ્નરે રીવરફ્રન્ટ હાઉસ ખાતે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે ખાસ બેઠક બોલાવી હતી શહેરમાં કોરોનાના વધી રહેલા કેસ અને ક્રિકેટ મેચ બાદ થનાર સંભવિત વધારાને ધ્યાનમાં લઈને કડક કાર્યવાહી કરવા માટે કમિશ્નરે આદેશ કર્યા હતા.

મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ જાેધપુર, ગોતા, બોડકદેવ, નવરંગપુરા, થલતેજ, પાલડી, ઘાટલોડીયા અને મણીનગર વિસ્તારમાં રાત્રે દસ વાગ્યા બાદ તમામ પ્રકારના ધંધાકીય એકમ જેવા કે રેસ્ટોરન્ટ, મોલ, શો રૂમ, ટી-સ્ટોલ, ફરસાણ, દુકાન, પાન મસાલાના ગલ્લા, હેર સલૂન, સ્પા, જિમ વગેરે બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. તેવી જ રીતે માણેકચોક અને રાયપુર દરવાજા પાસેના ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

છેલ્લા થોડા સમયથી વધી રહેલા કોવિડ કેસનું એનાલિસીસ કરતા જાેધપુર, મણીનગર, બોડકદેવ સહીત આઠ વોર્ડમાં ચિંતાજનક હદે કેસ વધી રહયા હોવાની વિગતો બહાર આી છે તેથી આ આઠ વોર્ડમાં દસ વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા માટે હુકમ કરવામાં આવ્યા છે.

મ્યુનિ. હોદ્દેદારો દ્વારા કોરોના ગાઈડલાઈન ઉલ્લંઘન તેમજ કમિશ્નર હુકમની એમ વિરોધાભાસી નિર્ણયોનો પૂર્વ કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીએ વિરોધ કર્યો છે તેમના જણાવ્યા મુજબ સ્ટેડીયમમાં ૬૦ હજાર કરતા વધુ પ્રેક્ષકોને એકત્રિત કરવા કે મ્યુનિ. ભવનમાં જ હોદ્દેદારોની ઓફીસમાં માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના ભંગ થયા બાદ કમિશ્નર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી પરંતુ લોકડાઉન બાદ આર્થિક અને માનસિક રીતે તૂટી ગયેલા નાના વેપારીઓ પર જાેહુકમી કરવામાં આવે છે જે ગેર વ્યાજબી છે દુકાનદારો સામે કાર્યવાહી કરતા પહેલા મ્યુનિ. હોદ્દેદારોને રોકવાની હિંમત દાખવવાની હિંમત દાખવવી જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.