મેઘરજ કોર્ટમાં ફરજ બજાવતા ૪ કર્મચારી કોરોનાગ્રસ્ત થતા લોકોમાં ફફડાટ
અરવલ્લી જીલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે કોરોનાએ મેઘરજ સીવીલ કોર્ટમાં પ્રવેશ કર્યો છે કોર્ટમાં ફરજ બજાવતા ૪ કર્મચારીઓ એક સાથે કોરોના પોઝેટીવ હોવાનું બહાર આવતા તેમજ નગરની એક યુવતી પણ કોરોનામાં સપડાતા મેઘરજના નગરજનોમાં ફફડાટ ફેલાયો છે.
કોર્ટમાં ફરજ બજાવતા ૪ કર્મચારીઓને હોમ કોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાની સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય તંત્રએ સર્વેની કામગીરી હાથધરી હોવાની માહિતી આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી મેઘરજમાં થોડા દિવસો અગાઉ જૂના બજારમાં એક સાથે ૫ થી વધુ લોકો કોરોનાગ્રસ્ત થતા વેપારીઓએ સ્વૈચ્છીક લોકડાઉંન કર્યું હતું ત્યારે ફરીથી એક જ દિવસમાં કોરોનાના ૫ કેસ નોંધાતા લોકો ચિંતીત બન્યા છે
અરવલ્લી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ રફ્તાર પકડવા છતાં લોકોમાં જાગૃતિના અભાવે બિંદાસ્ત જોવા મળી રહ્યા છે મેઘરજ નગરમાં દિનપ્રતિદીન લોકોનો ધસારો જોવા મળે છે ત્યારે મોટા ભાગના લોકો માસ્ક વીહોણા નજરે ચડે છે અને સરકારી કચેરીઓ અને બેંકો આગળ ઠેર ઠેર લોકોની ભીડ એકત્ર થાય છે અને સરેઆમ સોશીયલ ડીસ્ટન્સીગના ધજાગરા જોવા મળે છે
જેના કારણે મેઘરજ નગરમાં એક સાથે પાંચ કેસ સામે આવતા નગરજનૌમાં ફફડાટ ફેલાયો છે ત્યારે મેઘરજ કોર્ટમાં બે કારકુન, એક સ્લીપર અને એક વોચમેન તેમજ મેઘરજ કોલેજની લેક્ચરર યુવતી સહીત પાંચ ઈસમોને કોરોના પોઝીટીવ આવતા વકીલોમાં અને અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.