Western Times News

Gujarati News

સુરતમાં ૩ વર્ષની બાળકીનું મોડી રાત્રે અપહરણ કરાયું

બાળકીને ઉઠાવીને જતા કિડનેપરનો વીડિયો સામે આવ્યો, પોલીસે મદદ માટે વીડિયો જાહેર કર્યો, શોધખોળ શરૂ

સુરત,  સુરત શહેર જાણે ગરીબ લોકો માટે રહેવા લાયક ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જાે તમારી પાસે આશરો નથી તો તમે સલામત નથી એવી ઘટનાઓ સુરત શહેરમાં સામે આવી રહી છે. જેને માથે આશરો નથી એવા લોકો માટે રસ્તો જ મકાન છે અને આ મજબૂરીમાં જીવતા લોકો પેટીયું તો રળી નાખે છે પણ પોતાના પરિવારને સુરક્ષા આપી શકતા નથી.

આ વાત સહેજ પણ અતિશયોક્તિથી ભરેલી નથી કારણ કે સુરતમાં રસ્તે રહેતા એક શ્રમજીવી પરિવારની દીકરીને કોઈ નરાધમ વ્યક્તિ ઉઠાવી ગયો છે. જાેકે, અપહરણકર્તા સીસીટીવી વીડિયોમાં કેદ થઈ ગયો છે અને પોલીસે આ વીડિયો જાહેર પમ કર્યો છે.

બનાવની વિગતો એવી છે કે સુરતના પુણાગામ વિસ્તારમાંથી ગઈકાલે મોડી રાતે એક માસૂમ બાળકીનું અપહરણ થયું છે. આ અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અહીંયા આઈમાતા ચોક નજીક રસ્તે રહીને પેટીયું રળતા ગરીબ શ્રમજીવી પરિવારની સુતેલી બાળકીનું અપહરણ થયું છે. બાળકીને ઉઠાવીને એક શખ્સ નિરાંતે નીકળી જાય છે અને તેના માતાપિતાને જાણ પણ નથી થતી.

જાેકે, સવારે પોતાની વ્હાલસોયીને ગુમ જાેઈને શ્રમજીવી પરિવાર ચિંતામાં મૂકાયો હતો અને પોલીસ પાસે મદદ માંગવા માટે ગયો હતો. પોલીસે સહેજ પણ કચાશ રાખ્યા વગર તપાસ આદરી અને નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. હાલમાં આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને એક શકમંદ મળી આવ્યો છે.

આ સીસીટીવી વીડિયોમાં એક શકમંદ બાળકીને ઉઠાવી અને જતો નજરે ચઢ્યો છે. પોલીસ અપહરણકર્તાને શોધી રહી છે અને લોકોને આ વીડિયોના માધ્યમથી આવો કોઈ શકમંદ વ્યક્તિ જણાય તો પુણા પોલીસને મદદ કરવા માટે પણ અપીલ કરી છે. જાેકે, બાળકીનું અપહરણ થયું એટેલે તેની સાથે અજુગતું ન થયું હોય તેવો ડર પણ સતાવી રહ્યો છે.

પોલીસે ઘટનાના સીસીટીવી વીડિયોના આધારે એક અજાણ્યા અપહરણકર્તાની શોધ શરૂ કરી છે પરંતુ આવી ઘટનાઓ સાબિત કરે છે કે જાે તમારી પાસે આશરો નથી તો તમે સુરક્ષિત નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.