Western Times News

Gujarati News

ક્રાઈમ બ્રાંચે અમદાવાદમાં ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ કર્યો

પ્રતિકાત્મક

વોટ્‌સએપ કોલથી MD ડ્રગ્સ મંગાવનાર બેની ધરપકડ, ક્રાઇમ બ્રાન્ચની પાંચ લાખથી વધુનું ડ્રગ્સ કબ્જે કરી તપાસ

અમદાવાદ,  શહેરમાં ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. વોટ્‌સએપ કોલ મારફતે એમડી ડ્રગ્સ મંગાવનાર બે શખ્સની ધરપકડ કરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે પાંચ લાખથી વધુનું ડ્રગ્સ કબ્જે કરી તપાસ શરૂ કરી છે. જાેકે આ કેસમાં ડિલિવરી કરનાર અને ડ્રગ્સ આપનાર વોન્ટેડ છે.

શહેરમાં MD ડ્રગ્સનું વેચાણ ફરી શરૂ થયું છે. જુહાપુરા વિસ્તારમાં રહેતો શખ્સ તેના મિત્ર સાથે મળી એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વિશાલા સર્કલ પાસેથી બંનેને ઝડપી ૫૪ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ કબ્જે કર્યું છે. ફતેહવાડીના અતિક મંડલી નામના શખ્સ પાસેથી બંને ડ્રગ્સ ખરીદતા હતા.

વોટ્‌સએપ કોલ કરી અતિક પાસેથી તેઓએ ડ્રગ્સ મંગાવ્યું હતું જે લઈને આવતા ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, જુહાપુરામાં રહેતો મહંમદ સુલતાન શેખ અને કાલુપુરનો મુસ્તકિમ શેખ ભાગીદારીમાં ડ્રગ્સનો ધંધો કરે છે. ફતેહવાડીના અતિક મંડલી નામના શખ્સ પાસેથી તેઓ ડ્રગ્સ ખરીદે છે.

બંને જુહાપુરાથી વિશાલા સર્કલ પાસે ડ્રગ્સ સાથે આવવાના છે. જેથી ટીમે ત્યાં વોચ ગોઠવી હતી. સ્કૂટર પર બંને આરોપીઓ આવતા પોલીસે તેમને રોકી અને તપાસ કરતા ખિસ્સામાં રહેલી થેલીમાંથી સફેદ કલરનો પાવડર મળી આવ્યો હતો. હ્લજીન્ અધિકારીને બોલાવી અને તપાસ કરતા એમડી ડ્રગસ હોવાની પુષ્ટી થઈ હતી.

જેથી બંનેની પૂછપરછ કરતા તેઓને વેચવા માટે ડ્રગ્સ જાેઈતું હોવાથી અતિકને વોટ્‌સએપ પર કોલ કરી અને ડ્રગ્સ મંગાવ્યું હતું. સોનુ નામનો માણસ ડ્રગ્સ આપી ગયો હતો. પોલીસે તેઓની વધુ પૂછપરછ શરૂ કરી હોવાનું ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ વાય બલોચએ જણાવ્યું છે.

પકડાયેલા બને આરોપીઓના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે, કેમ તે બાબતે તપાસ શરૂ કરાઇ છે. અને વોન્ટેડ આરોપીઓ પકડાયા બાદ ખુલાસા થશે કે કેટલા સમયથી આ કાળો કારોબાર ચલાવી કેટલા લોકોને તે આ જથ્થો ડિલિવરી કરી ચુક્યા છે. આ સિવાય કોલેજમાં ભણતા યુવાધનને બરબાદ કરવાનું આ ષડયંત્ર હતું કે, રોજનો નશો કરવાવાળી વ્યક્તિઓને આ જથ્થો આપવાનું કાવતરું હતું તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.