આગામી વર્ષ છ રાજયોમાં યોજાનાર વિધાનસભા ચુંટણી કોંગ્રેસ માટે પડકાર સમાન
નવીદિલ્હી: વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ કોઇ કરિશ્મા કરી બતાવી નથી તમિલનાડુને છોડી બાકી તમામ રાજયોમાં પાર્ટી પોતાના જુના પ્રદર્શનને દોહરાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ મુખ્ય વિપક્ષ હતી પરંતુ આ દરજજાે તો દુુર પાર્ટી ખાતુ પણ ખોલાવી શકી નથી આવામાં આ હારનું નુકસાન કોંગ્રેસને આગામી વર્ષ યોજનાર છ રાજયોની વિધાનસભા ચુંટણીમાં પણ ઉઠાવવું પડી શકે છે.
વર્ષ ૨૦૨૨માં છ રાજયોમાં વિધાનસભા ચુંટણી છે.તેમાં ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડ પંજાબ અને મણિપુરની સાથે હિમાચલ પ્રદેશ અને ગુજરાત સામેલ છે પંજાબને છોડી બાકી તમામ પ્રદેશોમાં ભાજપની સરકાર છે ઉતરપ્રદેશમાં કોંગ્રેસ લાંબા સમયથી સત્તાની બહાર છે પાર્ટીની પાસે મજબુુત સંગઠન નથી આવામાં પાર્ટીને ૨૦૧૭ની જેમ જ એકવાર ફરી ગઠબંધનની જરૂરત છે.
ઉત્તરપ્રદેશના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે વર્ષ ૨૦૧૭માં સપાની સાથે ગઠબંધન છતાં પ્રદર્શન સારૂ રહ્યું ન હતુું. ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં પાર્ટીને એક બેઠક મળળી હતી આ ચુંટણીમાં પાર્ટીમાં પાર્ટીએ સારૂ પ્રદર્શન કર્યું હોત તો કાર્યકરોનો ઉત્સાહ વધ્યો હોત જીતની આશા જાગત પરંતુુ વર્તમાન સ્થિતિમાં પાર્ટી માટે પોતાની હાજરી બનાવવી રાખવી સરળ રહેશે નહીં
ગુજરાતમાં પાર્ટીની સ્થિતિ સારી નથી મોટાભાગના સ્થાનિક નેતા અને ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઇ ચુકયા છે.વર્ષ ૨૦૧૭માં યુવાનોની જે તિકડી દ્વારા કોંગ્રેસ ભાજપને ૧૦૦ બેઠકો ઓછી કરવામાં સફળ રહી હતી તે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીની તિગડીી વિખેરાઇ ગઇ છે. પટેલ કોંગ્રેસમાં છે પરંતુ ખુબ ખુશ નથી
ઉત્તરાખંડમાં પણ કોંગ્રેસે હજુ પોતાની રણનીતિ સ્પષ્ટ કરી નથી પૂૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ મહામંત્રી હરીશ રાવત સતત એ માંગ કરી રહ્યાં છે કે પાર્ટીએ પોતાનો ચહેરો જાહેર કરી ચુંટણી તૈયારીઓ શરૂ કરવી જાેઇએ પાર્ટીના એક નેતા અનુસાર કોંગ્રેસ પુરી તૈયારી અને રણનીતિ બનાવી ચુંટણી લડે તો ઉત્તરાખંડમાં ભાજપને પરાજય આપે તેવી સંભાવના છે.
આ ચુંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનથી પંજાબમાં પણ સ્થિતિ બગડી શકે છે પાર્ટીની હારથી જયાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની તોલમોલની શક્તિ વધી છે ત્યાં નવજાેત સિંહ સિધ્ધુ પણ ખુબ રાહ જાેવા માંગતા નથીી પાર્ટીએ કોઇ નિર્ણય ન લીધો હતો પંજાબમાં પણ સતા યથાવત રાખવી સરળ રહેશે નહીં પાર્ટીના એક નેતાએ કહ્યું કે કોંગ્રેસને હાર બાઝ નિરાશ બેસી રહેવાની જગ્યાએ ચિતન કરી ભુુલો સુુધારવી જાેઇએ