Western Times News

Gujarati News

કોવિડ ૧૯ની સ્થિતિને લઈને મોદીએ ફોન પર ફક્ત મનની વાત કરી. : હેમંત સોરેન

નવીદિલ્હી: ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કોરોનાને કારણે ખરાબ થઈ રહેલી સ્થિતિની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે કોવિડ ૧૯ની સ્થિતિને લઈને પીએમ નરેન્દ્ર મોદીએ ફોન પર ફક્ત મનની વાત કરી. સોરેને કહ્યુ કે સારુ થાત જાે પીએમ કામની વાત કરતા અને કામની વાત સાંભળતા.

ઉલ્લેખનીય છે કે હેમંત સોરેનની આ પ્રતિક્રિયા એવા સમયે આવી જ્યારે મોદીએ સોરેન ઉપરાંત આંધ્ર પ્રદેશ, ઓડિશા અને તેલંગાણાના સીએમ સાથે કોરોનાની સ્થિતિને લઈને વાત કરી હતી. બેઠક બાદ ઝારખંડના સીએમે ટ્‌વીટ કરી. તેમણે લખ્યુ, આજે આદરણીય પ્રધાનમંત્રીજીએ ફોન કર્યો. તેમણે ફક્ત પોતાના મનની વાત કરી. સારુ થાત જાે તે કામની વાત કરતા અને કામની વાત સાંભળતા.

સૂત્રોએ જણાવ્યુ કે સોરેન નાખુશ છે. કેમ કે તેમને પોતાના રાજ્યથી સંબંધિત મુદ્દા વિશે અવગત કરાવવાની પરવાનગી નથી આપવામાં આવી. પીએમએ ફક્ત કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરી.

હકિકતમાં અન્ય રાજ્યોની જેમ ઝારખંડ પણ આ સમયે કોરોના સામે લડી રહ્યુ છે. રાજ્ય સરકારનો આરોપ છે કે તેમને કેન્દ્ર સરકારે પુરતી મદદ નથી મળી રહી. હેસ્થ સેક્રેટરી અરુણ સિંહના જણાવ્યાનુસાર રાજ્યને ફક્ત ૨૧૮૧ રેમડેસિવિકના ઈન્જેક્શન આપવામાં આવ્યા છે. રાજ્ય પોતાના સ્તર પર બાંગ્લાદેશથી ૫૦ હજાર ઈન્જેક્શન મંગાવવા માંગતા હતા. પરંતે કેન્દ્રે તેમને એ પરવાનગી પણ ન આપી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.