ભારત અને ભારતીયો હિંમત હારશે નહીં, આપણે લડીશું અને જીતીશું : વડાપ્રધાન મોદી
નવીદિલ્હી: કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના વાયરસ સામે ભારત અને ભારતના લોકો હિંમત હારશે નહીં. તેમણે કહ્યું કે આપણે લડીશું અને આ મહામારી સામે જીતીશું. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી જે કષ્ટ દેશવાસીઓએ સહન કર્યું છે તે હું પણ એટલું જ મહેસૂસ કરી રહ્યો છું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોનાથી બચાવનું એક મોટું માધ્યમ છે કોરોના રસી. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો મળીને એ સતત પ્રયત્ન કરે કે વધુમાં વધુ દેશવાસીઓને ઝડપથી રસી મૂકવામાં આવે. પીએમ મોદીએ જણાવ્યું કે દેશભરમાં અત્યાર સુધીમાં ૧૮ કરોડ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે. તેમણે કહ્યું કે દેશભરની સરકારી હોસ્પિટલોમાં મફત રસીકરણ થઈ રહ્યું છે. આથી જ્યારે પણ તમારો વારો આવે ત્યારે રસી જરૂર લો. આ રસી આપણને કોરોના વિરુદ્ધ સુરક્ષા કવચ આપશે. ગંભીર બીમારીની આશંકા ઓછી કરશે.
પીએમ મોદીએ કહ્યું કે ભારત હિંમત હારનારો દેશ નથી. ભારત અને કોઈ ભારતવાસી હિંમત હારશે નહીં. અમે લડીશું અને જીતીશું. પીએમ મોદીએ કહ્યું કે ૧૦૦ વર્ષ બાદ આવેલી આટલી ભીષણ મહામારી ડગલેને પગલે દુનિયાની પરીક્ષા લઈ રહી છે. આપણી સામે એક અદ્રશ્ય દુશ્મન છે. આપણે આપણા અનેક નીકટના લોકોને ગુમાવી ચૂક્યા છીએ. છેલ્લા કેટલાક સમયથી જે કષ્ટ દેશવાસીઓએ સહન કર્યું છે તે હું પણ એટલું જ મહેસૂસ કરી રહ્યો છું.
સંકટ સમયે દવાઓ અને જરૂરી વસ્તુઓની જમાકોરી અને કાળાબજારીમાં પણ કેટલાક લોકો પોતનો નિહિત સ્વાર્થ સાધવામાં લાગ્યા છે. હું રાજ્ય સરકારોને આગ્રહ કરીશ કે આવા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે. આ કૃત્ય માનવતા વિરુદ્ધ છે.
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ચાલુ છે. બીજી બાજુ કોરોના રસીકરણ સેન્ટર્સે રસી ઉપલબ્ધ ન હોવાની વાતો પણ સામે આવી છે. આ બધા વચ્ચે સરકારે કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનો ગેપ ૬-૮ અઠવાડિયાથી વધારીને ૧૨-૧૬ અઠવાડિયા કરવાની એક્સપર્ટ કમિટીની ભલામણ સ્વીકારી લીધી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિનો આઠમો હપ્તો રિલીઝ કરી દીધો છે. જે હેઠળ ૯.૫ કરોડ લાભાર્થી કિસાન
પરિવારો માટે ૧૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી. એટલે કે હવે ૯.૫ કરોડ કિસાન પરિવારોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ના ૨૦૦૦ રૂપિયા પહોંચી જશે. ડિસેમ્બર ૨૦૧૮માં કેન્દ્રની મોદી સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના હેઠળ દેશના નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક ૬૦૦૦ રૂપિયાની આર્થિક મદદ અપાય છે. આ યોજનાનો લાભ ફક્ત એવા ખેડૂતોને મળી શકે છે કે જેમની પાસે ૨ હેક્ટર કે તેનાથી ઓછી ખેતીની જમીન હોય.
વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ યોજનાના હપ્તા બહાર પાડ્યા છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે પીએમ મોદી ખેડૂત લાભાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, પીએમ-કિસાન યોજના હેઠળ લાભાર્થી ખેડૂત પરિવારોને દર વર્ષે ૬,૦૦૦ રૂપિયા મોકલવામાં આવે છે.આ નાણાં દર વર્ષે ચાર મહિનાના અંતરાલમાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે
ભંડોળ સીધા લાભાર્થીઓના બેંક ખાતાઓમાં સ્થાનાંતરિત થાય છે. અત્યાર સુધીમાં આશરે ૧.૫ લાખ કરોડ રૂપિયાના સાત હપ્તા ખાતામાં મોકલવામાં આવ્યા છે.આસામ, મેઘાલય, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સિવાય, જ્યાં આધારની પહોંચ ન્યૂનતમ છે, ૦૧.૧૨.૨૦૧૯ થી આપવામાં આવતી દરેક બાકી હપ્તા માત્ર તમામ લાભાર્થીઓના ઉપલબ્ધ આધાર ડેટાબેઝના આધારે આપવામાં આવી રહ્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. ઉન્નાવના અરવિંદ નિશાદ સાથે વાતચીત કરી. સંવાદ દરમિયાન અરવિંદે વડા પ્રધાનને કહ્યું હતું કે કૃષિ વિભાગની સહાયથી તેમણે ઓર્ગેનિક તાલીમ લીધી હતી અને આજે તે પોતે જ જૈવિક ખેતી કરી રહ્યા છે અને અન્ય લોકોને પણ તેમાં જાેડાવા પ્રેરણા આપી રહ્યો છે.વડા પ્રધાને આંધ્રપ્રદેશના કુદરતી ખેતી લાભકારી એન.વેનુ રામાજી સાથેની વાતચીત દરમિયાન ઉજ્જડ જમીનને ખેતીલાયક બનાવવાના તેમના પ્રયત્નોની પ્રશંસા કરી હતી.
એ યાદ રહે કે પ્રધાનમંત્રી કિસાન યોજના પ્રથમ હપ્તો – ફેબ્રુઆરી ૨૦૧૯ માં પ્રકાશિત.,પ્રધાનમંત્રી કિસાન યોજનાનો બીજાે હપ્તો – ૨ એપ્રિલ ૨૦૧૯ ના રોજ બહાર પાડ્યો.,પ્રધાનમંત્રી કિસાન યોજનાનો ત્રીજાે હપ્તો – ઓગસ્ટમાં બહાર પાડ્યો.,પીએમ કિસાન યોજનાનો ચોથો હપ્તો – જાન્યુઆરી ૨૦૨૦ માં પ્રકાશિત થયો.,પીએમ કિસાન યોજનાનો ૫ મો હપ્તો – ૧ એપ્રિલ, ૨૦૨૦ કરવામાં આવ્યો હતો.,પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો – ૧ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ પ્રકાશિત.પીએમ કિસાન યોજનાનો સાતમો હપ્તો – ડિસેમ્બર ૨૦૨૦ માં પ્રકાશિત થયો.