Western Times News

Gujarati News

ભૂલ ફક્ત કામ કરનારથી જ થાય છે: અનુપમ ખેર

મુંબઇ: કોરોના વાયરસનાં કેરથી બહાર આવવાની રીતને લઇને વડાપ્રધાનની ટીકા કરનાર અનુપમ ખેરે એકવાર ફરી પોતાના સૂર બદલ્યા છે. બોલિવૂડનાં દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે કહ્યું છે કે, ભૂલો તેનાથી થાય છે જે કામ કરે છે, નાકારાઓની જિંદગી તો અન્યની ભૂલો શોધવામાં ખર્ચ થઇ જાય છે.

અભિનેતા અનુપમ ખેર, જે હંમેશાં મોદી સરકારની નીતિઓની પ્રશંસા કરતા રહે છે, તેમણે બુધવારે મોદી સરકારની આલોચના કરી હતી અને કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને દેશમાં જે થઈ રહ્યું છે તેના માટે સરકારને જવાબદાર ગણવી જરૂરી છે. જાે કે હવે તેઓ પોતાના નિવેદનથી પલટી મારતા જાેવા મળી રહ્યા છે. ઇમેજ બનાવતા નિવેદનમાં ઘણી બધી હેડલાઇન્સ બનાવનાર અનુપમ ખેરે આજે એકવાર ફરી ટ્‌વીટ કર્યું હતું કે, “ભૂલ ફક્ત કામ કરનારથી જ થાય છે, નાકારા લોકોનું જીવન બીજાની ભૂલો શોધવામાં ખર્ચ થઇ જાય છે.”

આ ટ્‌વીટ અનુપમ ખેરનાં અગાઉનાં નિવેદનની સાથે જાેડવામાં આવી રહ્યું છે, જેમાં તેમણે બુધવારે કહ્યું હતું કે, છબી બનાવવા કરતાં જીવનમાં ઘણું વધારે છે. તેમણે કહ્યું હતું કે અધિકારીઓની જાહેર ટીકા ‘ઘણી બાબતોમાં કાયદેસર’ છે.

એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અનુપમ ખેરે બુધવારે કહ્યું હતું કે, સરકારને સમજવાનો સમય આવી ગયો છે કે ઇમેજ બનાવવા કરતાં જીવન બચાવવું વધુ મહત્ત્વનું છે. તેમણે કહ્યું કે સરકાર તરફથી સ્વાસ્થ્ય સંકટને લગતા સંચાલનમાં થોડીક ક્ષતિઓ આવી છે,

પરંતુ અન્ય રાજકીય પક્ષોએ પણ આ ભૂલોનો પોતાના હકમાં લાભ લેવો પણ ખોટું છે. રાહત આપવાને બદલે સરકારની પોતાની છબી અને સમજણ બનાવવા પર પ્રયાસ વધુ છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતાએ કહ્યું કે સરકારને આ પડકારનો સામનો કરે અને તે લોકો માટે કંઈક કરવું જાેઈએ કે જેમણે તેમને પસંદ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.