Western Times News

Gujarati News

ગુજરાતમાં બ્લેક ફંગસના ૭૦ દર્દીઓના મોત, અમદાવાદનો આંક ચોંકાવનારો

અમદાવાદ:મ્યુકર્માઈકોસીસનો કાળો કહેર, બ્લેક ફંગસના કારણે રાજ્યમાં ૭૦ દર્દીઓના મોત, અમદાવાદ સિવિલમાં ૩૫ના મોત, સમગ્ર દેશમાં ૨૦૦ લોકોએ જીવ ગુમાવ્યો, હજુ પણ દેશમાં ૭ હજારથી વધુ કેસ કોરોના બાદ હવે મ્યુકર્માઈકોસીસ બીમારીએ માંથુ ઉંચક્યું છે, મ્યુકર્માઈકોસીસ જે બ્લેક ફંગસના નામ ઓળખાય છે તેના કેસમાં વધારો જાેવા મળી રહ્યો છે કોરોના વાયરસની બીજી લહેર નબળી પડી છે ત્યારે બ્લેક ફંગસની બીમારી રાજ્યમાં કાળો કહેર વર્તાવ્યો છે, ગુજરાતમાં જ બ્લેક ફંગસથી અત્યાર સુધીમાં ૭૦ થી વધુ લોકોના મોત નિપજ્યા છે.

જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્લેક ફંગસ, મ્યુકર્માઈકોસીસના કારણે સૌથી વધુ ૩૫ દર્દીના મોત નિપજ્યા છે. મોટી ઉંમરના લોકો બાદ હવે બ્લૅક ફંગસ બાળકોમાં પણ જાેવા મળી રહ્યો છે.અમદાવાદમાં ૧૫ વર્ષના બાળકમાં પણ બ્લેક ફંગસ (મ્યુકર્માઈકોસીસ)ની બીમારી જાેવા મળી છે આ બાળકને પહેલા કોરોના પોઝિટિવ થઈ ચૂક્યો હતો. જેને હવે મ્યુકર્માઈકોસીસ બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

કોરોના સંકટની વચ્ચે બ્લૅક ફંગસ એક નવી સમસ્યા સ્વરૂપે ઝડપથી ફેલાઈ રહી છે અને લોકોની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં મ્યુકર્માઈકોસિસના કેસ એક હજારથી વધુ નોંધાયા છે, ત્યારે સરકારે પણ મ્યુકર્માઈકોસીસ કેસને સિસ્ટેમેટીક ફોર્મ્યુલા પ્રમાણે સરકારી ચોપડે નોંધવા શરૂ કર્યું છે જાે કે હજુ સરકાર હોસ્પિટલમાંથી આંકડા મેળવી રહી છે સરકાર પણ બ્લેક ફંગસ બીમારીને ગંભીર જાેવા મળી રહી છે બ્લેક ફંગસ ગુજરાતમાં પણ મહામારી જાહેર કરી દેવામાં આવી છે.

દેશમાં અત્યાર સુધીમાં બ્લેક ફંગસના ૭ હજારથી પણ વધુ કેસ સામે આવ્યા છે અને ૨૦૦ લોકો આ બીમારીમાં જીવ ગુમાવી દીધો છે. કેન્દ્ર
સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને બ્લેક ફંગસને બીમારીને મહામારીની શ્રીણેમાં મુકવાનો નિર્દેશ કરી દીધો છે, બ્લેક ફંગસને હવે આધારે નોટિફાઈ કરવામાં આવી છે. આ બીમારીના કુલ ૭૨૫૦ કેસ આવ્યા છે અને સૌથી વધુ કેસ અને મોત મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ પછી ગુજરાત અને મધ્યપ્રદેશનો નંબર છે. ગુજરાતમાં બ્લેક ફંગસના ૧૧૬૩ કેસ અને ૬૩ મોત નોંધાયા છે. એમપીમાં ૫૭૫ કેસ અને ૩૧ મોતની પુષ્ટિ થઈ છે.

બ્લેક ફંગસની આ બીમારી દર્દીઓ માટે ઘાતક પૂરવાર થઈ રહી છે મોટા ભાગે કોરોના બાદ દર્દીઓમાં બ્લેક ફંગસની બીમારી જાેવા મળતી હોય છે જેમાં દર્દીઓને આંખ, કાન, જબડા, કે તાવળામાં ફંગસ પેદા થયા છે આ ફંગસ શરીના અંગો અને મગજ સુધી પહોંચે છે, મ્યુકરમાઈકોસિસના જીવાણુ હવા, માટી અને ભોજનમાં મળી રહ્યા છે. તેનો પ્રભાવ ઓછો હોય છે અને તે સંક્રમણ ફેલાવતા નથી. મહામારીની સાથે તેના કેસ ઘટી રહ્યા છે તેઓએ અગાઉ સ્ટીરોઈડના ઉપયોગને આ બીમારીનું કારણ ગણાવ્યું હતું. સ્ટીરોઈડનો ખોટો ઉપયોગ આ બીમારીના સંક્રમણનું કારણ છે બ્લેક ફંગસની શક્યતા ડાયાબિટિસના પેશન્ટ અને કોરોના પોઝિટિવ પેશન્ટ જે સ્ટીરોઈડ લઈ રહ્યા છે તેમને વધારે રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.