ભારતમાં ૨૪ કલાકમાં ૨.૦૮ લાખ કોરોના કેસ
ભારતમાં કોવિડ એક્ટિવ કેસોની સંખ્યા ૨૫ લાખની નીચે પહોંચી, ૨૪ કલાકમાં ૩.૨૬ લાખ દર્દી સાજા થયા
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના મામલામાં ૨૪ કલાકમની અંદર ફરીથી વધારો જાેવા મળ્યો છે. એક દિવસના સમયગાળામાં ૨ લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. આ પહેલા સોમવારે નવા સંક્રમિતોનો આંકડો ૨ લાખથી નીચે પહોંચી ગયો હતો. મંગળવારે ૨ લાખ ૯૫ હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ૨૫ મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨,૦૮,૯૨૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪૧૫૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૭૧,૫૭,૭૯૫ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૦,૦૬,૬૨,૪૫૬ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૪૦ લાખ ૫૪ હજાર ૮૬૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩,૨૬,૮૫૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨૪,૯૫,૫૯૧ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૧૧,૩૮૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૫ મે સુધીમાં ભારતમાં કુલ ૩૩,૪૮,૧૧,૪૯૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે મંગળવારના ૨૪ કલાકમાં ૨૨,૧૭,૩૨૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં કુલ ૩,૨૫૪ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ ૯૬૬૭ દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે. હાલ રાજ્યમાં કુલ ૬૨,૫૦૬ એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ ૬૦૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે ૬૧,૯૦૩ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં કુલ ૭,૨૨,૭૪૧ દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ ૯,૬૬૫ દર્દીનાં મૃત્યુ થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૪૯૧, વડોદરામાં ૩૩૫, સુરત શહેમરાં ૨૨૬, રાજકોટ શહેરમાં ૧૩૭, વડોદરામાં જિલ્લામાં ૧૨૭, આમંદમાં ૧૨૧, જૂનાગઢ શહેરમાં ૧૦૭, બનાસકાંઠામાં ૧૦૭, ખેડામાં ૯૮, કચ્છમાં ૯૭, અમરેલીમાં ૯૬, જૂનાગઢ જિલ્લામાં ૯૫, પંચમહાલમાં ૯૩, રાજકોટમાં ૭૮, મહેસાણામાં ૬૫, જામનગર કોર્પોરેશનમાં ૬૨, વલસાડમાં ૬૨, ભાવનગરમાં ૪૭, ગાંધીનગર શહેરમાં ૪૩, જામનગર જિલ્લામાં ૪૧, સાબરકાંઠામાં ૪૧ કેસ નોંધાયા છે.