Western Times News

Gujarati News

વેક્સિન બાદ કોવીડ ચેપને લઈને જાગૃત રહેવાની જરૂર

Files Photo

કોરોના વાયરસ વેક્સિન પ્રત્યારોપિત દર્દીઓમાંથી એક તૃતિયાંશમાં વેક્સિન અસરકારક જાેવા મળી નથી

નવી દિલ્હી: ઈન્સ્ટિટ્યુટ ઑફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર એક નિવેદનમાં જણાવ્યું કે, કોવિડ વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ પ્રત્યારોપણ કરાયેલા દર્દીઓએ કોવિડ એપ્રોપાઇટ બિહેવીયર’નું કડક પાલન કરવું જાેઈએ. ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેન્કા કોવિડ-૧૯ વેક્સિન બાદ પોસ્ટ-રેનલ ટ્રાંસપ્લાન્ટના દર્દીઓમાં કોવિડ-૧૯ નામના અભ્યાસના પરિણામો બાદ ચેપથી બચવા માટે દર્દીઓને સાવચેતીભર્યા સુરક્ષાત્મક પ્રોટોકોલને હળવી રીતે ન લેવાની સલાહ આપવામાં આવી છે. કોવિડ વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ કિડની પ્રત્યારોપિત દર્દીઓમાં રોગપ્રતિકારક શક્તિના પ્રતિભાવનો અભ્યાસ કરવા માટે આઈકેડીઆરસી દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસથી બહાર આવ્યું છે

કોવિડ-૧૯ વેક્સિન પ્રત્યારોપિત દર્દીઓમાંથી એક તૃતિયાંશમાં વેક્સિન અસરકારક જાેવા મળી નથી, જ્યારે અભ્યાસ હેઠળના ૨૫ ટકા દર્દીઓમાં ધારણા કરતા નીચા સ્તરે જાેવા મળ્યા છે. જાેકે, વિશાળ સંખ્યામાં દર્દીઓ માટે તેની અસરકારકતાની પુષ્ટિ કરતા ૫૦ ટકા દર્દીઓમાં વેક્સિન સંપૂર્ણ અસરકારક હોવાનું જણાયું હતુ. પોસ્ટ-ટ્રાન્સપ્લાન્ટ કિડની દર્દીઓમાંથી એક-તૃતિયાંશમાં એન્ટિ-બોડી ફોર્મેશનના અભાવ માટે એકમાત્ર કારણ ઇમ્યુનોસપ્રેસન્ટ દવાઓ છે તેમ આઈરેજડીઆરસી-આઇટીએસના ડિરેક્ટર અને અભ્યાસ જૂથના સભ્ય ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું. અભ્યાસમાં આવરી લેવાયેલા પ્રત્યારોપિત દર્દીઓમાં હાઈપરટેન્શન અને ડાયાબિટિશ જેવી કો-મોર્બેડિટિસ ધરાવતા ૪૬થી ૭૧ વય જૂથના દર્દીઓનો સમાવેશ થતો હતો. આ દર્દીઓમાંથી ૫૦ ટકામાં વેક્સિન હજુ પણ અસરકારક છે.

જાેકે, પ્રત્યારોપણ કરાયેલા દર્દીઓ માટે કોવિડ વેક્સિન ડોઝની સંખ્યા સૂચવવી તે ભવિષ્યના સંશોધનનો વિષય છે. ગત વર્ષે મહામારી ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધી આઈકેડીઆરસીએ ૩૦૦થી વધુ કોવિડ પોઝિટિવ ટ્રાન્સપ્લાન્ટેડ દર્દીઓની ૧૦ ટકા મૃત્યુદર સાથે સારવાર કરી છે. અભ્યાસ એ વાસ્તવિકતા પર ભાર મૂકે છે કે, કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રાપ્તકર્તાઓ વેક્સિનેશન બાદ પણ કોવિડ-૧૯ માટે વધુ જાેખમ ધરાવે છે

તેથી જ, રોગના ચેપને રોકવા માટે સલામતીના પગલા જાળવી રાખવા જાેઇએ. કોવિડ-૧૯ માટે એક ચોક્કસ ઉપચાર શોધવાની પણ ખાસ જરૂર છે. કારણ કે પ્રત્યારોપણ કરાયેલા દર્દીઓમાં વેક્સિનની અસરકારકતાનો અહેવાલ ચિંતાજનક છે. અભ્યાસના ભવિષ્યના સૂચિતાર્થોએ વેક્સિન લીધી હોય તેવા દર્દીઓના પરિણામો, વિવિધ રસીઓની અસરકારકતા, ડોઝ, શેડ્યુલ્સ, સેરો-પ્રોટેક્શન લેવલ અને કિડની પ્રાપ્તકર્તાઓમાં એન્ટિબોડી ટકાઉપણું અંગેના અહેવાલ સાથે વધુ સંશોધન કરવાની જરૂરિયાતને પ્રકાશિત કરી છે. અભ્યાસની વિગતો યુએસ સ્થિત અમેરિકન જર્નલ ઑફ ટ્રાન્સપ્લાન્ટેશન સાથે પ્રકાશન માટે વહેંચવામાં આવી છે.

જાે કે, કોવિન એપ્લિકેશને હવે રોગપ્રતિકારક શક્તિના સ્તરમાં વધારો કરવાના હેતુસર ૮૪ દિવસ પછી બીજા ડોઝ માટે બુકિંગની મંજૂરી આપી છે. બે ડોઝ વચ્ચેના અંતરને વધારી દેવામાં આવ્યું છે, જે પ્રત્યારોપણ પ્રાપ્તકર્તાઓ સહિત સામાન્ય વસ્તીમાં એન્ટીબોડી લેવલ્સ (અસરકારકતા) માં વધારશે તેમ ડૉ. મિશ્રાએ જણાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.