Western Times News

Gujarati News

બિહારમાં લગ્ન પ્રસંગમાં ગયેલી મહિલા સાથે ગેંગરેપ

Files Photo

વહેલી પરોઢે મહિલા ટોઇલેટ જતી હતી ત્યારે હેવાનોએ પહેલા તો ઘરેણાં લૂંટ્યા અને બાદમાં આચર્યું દુષ્કર્મ

સમસ્તીપુર: બિહારના સમસ્તીપુરમાં માનવતાને શરમમાં મૂકનારી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. એક એક લગ્ન પ્રસંગમાં ગયેલી મહિલા સાથે પહેલા તો ગેંગરેપ કરવામાં આવ્યો અને બાદમાં હેવાનિયતની હદને પાર કરતાં તેને બેભાન અવસ્થામાં અર્ધનગ્ન અવસ્થામાં વીજળીના થાંભલા સાથે બાંધી દીધી. આ જધન્ય ઘટનાનો ખુલાસો તે સમયે થયો જ્યારે ગામનો એક શખ્સ પોતાના ખેતર તરફ જઈ રહ્યો હતો. તેણે જ્યારે મહિલાને વીજળીના થાંભલા પર ફંદા પર લટકેલી જાેઈ તો તે ચોંકી ગયો અને તેને આ બાબતની જાણ ગામ લોકો અને પોલીસને કરી. આ જધન્ય જનતાની વાત સમગ્ર વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મહિલાને થાંભલા પરથી ઉતારીને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરાવી જ્યાં તેની સ્થિતિને જાેતાં સારી સારવાર મળી રહે તે માટે સદર હૉસ્પિટલ રેફર કરવામાં આવી.

હજુ પણ પીડિત મહિલા બેભાન અવસ્થામાં જ છે અને તેની સારવાર ચાલી રહી છે. મામલો સામે આવ્યા બાદ ગામ લોકોએ શકના આધાર પર લગ્ન સમારોહમાં ટેન્ટ અને સાઉન્ડનું કામ કરનારા ૭ લોકોને પકડીને પોલીસને હવાલે કરી દીધા છે. આ લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે. ઘટનાના સંદર્ભમાં પરિજનોએ જણાવ્યું છે કે ઘરમાં લગ્ન સમારોહ હતો. જ્યારે વહેલી પરોઢે મહિલા ટોઇલેટ કરવા માટે ગઈ હતી તો તે દરમિયાન ટેન્ટમાં કામ કરનારા લોકોએ પહેલા તેના ઘરેણાં લૂંટી લીધા અને તેની સાથે ગેંગરેપ કર્યો અને બાદમાં વીજળીના થાંભલા સાથે ફંદો લગાવીને લટકાવી દીધી. પીડિત મહિલા બેભાન હોવાના કારણે હજુ સુધી તેનું નિવેદન નથી લઈ શકાયું.

સમસ્તીપુર સદર હૉસ્પિટલમાં મહિલા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સ્ટાફની સાથે પીડિત પરિવારથી જાણકારી એકત્ર કરવામાં લાગ્યા છે. જે રીતે હેવાનોએ કૃત્ય કર્યું છે તેનાથી તમામ હદો પાર થઈ ગઈ છે. એવામાં હવે જાેવાની વાત એ રહેશે કે સમસ્તીપુર પોલીસ તરફથી આરોપીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.