હૃતિક અને વાણી વોરમાં અરિજિત સિંઘના પાર્ટી ટ્રેક ઓફ ધ યર પર ડાન્સ કરશે!
હૃતિક રોશન અને વાણી કપૂર જે ગીતને સૌથી મોટા પાર્ટી ટ્રેક ઓફ ધ યર તરીકે નવાજવામાં આવ્યું છે તેનાથી વોરના પ્રથમ ગીતમાં જ ડાન્સ ફ્લોરને ગજવશે! ઘૂંઘરુ તરીકે ઓળખાતું પાર્ટી ગીતમાં દેશના શ્રેષ્ઠ ડાસીંગ સુપરસ્ટાર એવા હૃતિક અને પોતાની ડાન્સીંગ કલાથી જાણીતી વાણી ફિલ્મમાં પણ તેમની વચ્ચેની સમીપતાને કારણે બન્નેને આ ગીતમાં પોતાના દિલને ડોલાવશે. આ ટ્રેકને અત્યંત અપેક્ષિત એ ચીજ બનાવે છે કે ભારતના નંબર વન ગાયક અરિજિત સિંઘને આ ડાન્સ ગીત ગાવાનું કહેવામાં આવ્યું છે! જ્યારે વાણી માટે શિલ્પા રાવ ગાશે. હૃતિક અને વાણીની લાગણીસભર કેમિસ્ટ્રી સાથે તેમના સુંદર ડાન્સ ચોક્કસપણે ઘૂંઘરુમાં તાપમાનનો પારો ઊંચે ચડતો દેખાશે.
દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ કહે છે કે, “અરિજિત સિંઘ આપણા દેશનું સૌથી મોટું ગાયકી ક્ષેત્રેનું સેન્સેશન છે અને અમે પહેલા દિવસથી સ્પષ્ટ હતા કે તે અમારું પાર્ટીનું ગીત ઘૂંઘરુ ગાશે. અરિજિત સિંઘ હૃતિક માટે ડાન્સનુ ગીત ગાય છે તે અમારા માટે મોટી યુએસપી છે અને અરિજિતે તેમાં અસાધારણ કામ કર્યું છે. તેમજ શિલ્પા રાવ પણ ફિલ્મમાં વાણી માટે ગાય છે. શિલ્પાએ ખુદાજાને (બચનાએહસીનો) નો એવોર્ડ જીત્યો છે અને ત્યારથી તેણીએ મારી દરેક ફિલ્મમાં ગાયુ છે. તેથી આ વખતે તેણીની સાથેનો આશ્ચર્યકારક સહયોગ છે. ઘૂંઘરુ પાર્ટી ગીત જોવા જેવું રહેશે.”
તેજસ્વી કંપોઝર જોડી વિશાલ-શેખર દ્વારા કંપોઝ કરાયેલ ઘૂંઘરુ ટૂંક સમયમાં રિલીઝ થનાર છે. વોર ભારે ઉત્તેજના જગાવનાર એકશન મનોરંજન છે જે ત્યાર સુધીનું સૌથી મોટુ સ્પેક્ટેકલ બની રહેશે. તેમાં આપણા દેશના બે સૌથી મોટા બે હીરો હૃતિક રોશન અને ટાઇગર શ્રોફ એકબીજાની સામે વિરુદ્ધમાં બતાવવામાં આવ્યા છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને રાષ્ટ્રીય રજાના દિવસે રિલીઝ થશે.