Western Times News

Gujarati News

કોઠાસૂઝમાં પી.એચ.ડી થયેલા હંસાબેન ભરવાડ વર્ષે અંદાજે રૂપિયા ૨૦ લાખની આવક મેળવે છે

­­­­­­દૂધનું દૂધ અને છાણનું છાણ… દૂધાળા પશુ ડેરીફાર્મ સ્થાપના સહાય યોજના યોજના એક, લાભાર્થિ એક અને ફાયદા અનેક….

હંસાબેન અરજણભાઇ ભરવાડ.. તેમના બાયોડેટામાં અભ્યાસની કોલમમાં લખ્યું છે “અભણ…” પણ ભલભલા ભણેલાને શરમાવે તેવી તેમની સકોઠાસૂઝ છે…એક અર્થમાં હંસાબેને કોઠાસૂઝમાં “પી.એચ.ડી” કર્યું છે એમ કહીએ તો પણ ખોટુ નથી જ….

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વનપરડી ગામના હંસાબેન ભરવાડ આમ તો સીધુ સાદુ જીવન જીવે છે પણ તેમના જીવન સાથે વણાયેલા પશુપાલનના વ્યવસાયે તેમને કામ, દામ, નામ એમ બધું જ આપ્યું છે.  એક સમય હતો કે હંસાબેન પાસે એક જ ભેંસ હતી અને તેને રાખવા માટે એક કાચુ છાપરુ હતું.. છાપરામાંથી છાંયડા કરતા તડકો અને વરસાદ આવે તેવા કાંણા વધારે હતા…મુળ ભરવાડ હતા એટલે સ્વભાવ અને શારીરિક રીતે પણ ખડતલ.. એટલે મહેનતમાં તો પાછા પડે જ નહી…

શરૂઆતમાં એક ભેંસ અને પછી… ક્રમશ: ગાયની સંખ્યા વધારતા ગયા…આજે તેમની પાસે ૧૨ ગીર ગાય છે. વર્ષ ૨૦૧૮-૧૯  માં તેઓને પશુપાલન ખાતા દ્વારા મળતી સ્વરોજગારી હેતુસર પશુપાલન યોજના હેઠળ ૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપના સહાય યોજનાનો લાભ મળ્યો… એક પશુ રાખવાની શરુઆત કરી હાલમાં ૧૨ (બાર) ગીર ગાયો રાખી દૈનિક દુધ ઉત્પાદન  મેળવી  સારી એવી આવક મેળવે છે.

અમદાવાદ જિલ્લાના પશુપાલન વિભાગના નાયબ નિયામક શ્રી સુકેતુ ઉપાધ્યાય કહે છે કે,   “ શરૂઆતમાં પશુઓને ખેતરમાં ખુલ્લા રાખવામાં આવતાં હતા. જેથી પશુઓ માં માંદગીનું પ્રમાણ વધારે જોવા મળતું. જેને કારણે આવક તેમજ ઉત્પાદન ઉપર અસર થતી હતી. પશુપાલન ખાતા દ્વારા મળતી સ્વરોજગારી હેતુસર પશુપાલન વ્યવસાય માટે ૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મ  સ્થાપના સહાય યોજનામાં હંસાબેનને આવરી લેવાયા છે.  હવે હંસાબેન પશુઓને સ્વચ્છ, કુદરતી વાતાવરણમાં રાખે છે. જેથી પશુઓનું આરોગ્ય સારું રહે છે તેમજ ઉત્પાદનમાં પણ સારી એવી સકારાત્મક અસર જોવા મળી છે.

આ ઉપરાંત ચાફકટર સહાય યોજના અંતર્ગત ચાફકટર ખરીદ કરી ઘાસચારાનો વધુ પડતો બગાડ અટકાવી નફાનું ધોરણ ઉંચુ લાવ્યા છે. સાથે સાથે પશુ વીમા સહાય યોજનાનો લાભ પણ તેમને મળ્યો છે. આકસ્મિક પશુ મરણની ઘટના થકી થતા નાણાંકીય નુકશાનની ભરપાઇ થઇ શકે છે. યોજના અંતર્ગત મિલ્કીંગ મશીનની ખરીદી કરી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે…” એમ તેઓ ઉમેરે છે…

હંસાબેન આજે ગાય દીઠ વર્ષે ૨ લાખની આવક દૂધના વેચાણમાંથી મેળવે છે. એટલે વર્ષે અંદાજે રૂ. ૨૦ લાખનીમાતબર આવક મેળવે છે. એટલું જ નહી ૧૨ ગાયના છાણમાંથી પણ આવક મેળવે છે.. એટલે જ “દૂધનું દૂધ અને છાણનું છાણ…” આને કહેવાય કોઠાસૂઝ…  સલામ છે આવા પશુપાલક અને આ યોજનાને પણ.

Hansaben Bharwad from a small Vanpardi village of Ahmedabad’s Mandal taluka is milking profits from her dairy farm business she established with the help of Gujarat Govt’s various schemes & programs launched to support & promote animal husbandry as a sustainable livelihood option


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.